કોર્પોરેશનની જમીનો તથા ગેસ ખાતુ સરકારને સોંપી નુકસાન થયું છે. અધિકારીઓ ગાંઠતા નથી. કોન્ટ્રાક્ટર ટેન્ડરના નિયમોનું પાલન કરતા નથી. ઠેરઠેર ટ્રીટમેન્ટ વગર કાંસ મારફતે ડ્રેનેજના પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યા છે. પરિણામે મચ્છરનો ત્રાસ વડોદરાવાસીઓને વેઠવો પડે છે. બજેટમાં માત્ર મોટી વાતો છે અને લોકોને ભ્રમિત કરનારું છે.
બજેટમાં મોટો આંકડો જરૂરી નથી પરંતુ લોકોને સુવિધા મળે તે જરૂરી છે. કેટલીક સરકારી આવાસ યોજના હવે ગુંડા તત્વોનો અડ્ડો બની ગઈ છે. ત્યાં બહેન દિકરીઓની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે. તો ગેરકાયદેસર બાંધકામ પણ થઈ રહ્યા છે. અતાપી, સીટી, બસ જન્મ મહલ જેવા પ્રોજેક્ટોમાં કોર્પોરેશને નુકસાની ભોગવી છે. સોલાર પ્રોજેક્ટ આવકાર્ય છે .પરંતુ દાંડિયા બજાર સોલાર પ્રોજેક્ટના સ્ટ્રક્ચર બાબતે વિચારવા જેવું છે તેમજ આજવા ખાતે પાણીમાં તરતો સોલર પ્રોજેક્ટ નુકસાન આપશે. ઓક્ટ્રોયની ગ્રાન્ટના કરોડો રૂપિયા સરકાર પાસેથી લાવવાના બાકી છે.
વડોદરાની હેરિટેજ ઇમારતોને આઈડેન્ટિફાઈ કરી બેસ્ટ બનાવવું જોઈએ નહીં તો નજરબાગ જેવી સમસ્યા સર્જાશે. સમગ્ર સભાની જાણ બહાર ઘણા પ્રોજેક્ટની રકમમાં તોતિંગ વધારો થયો છે. જ્યારેકોંગ્રેસી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે આઉટસોર્સિંગ ભરતીના કારણે કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થાય છે. સયાજીબાગમાં છેલ્લા પાંચ વર્ષથી વેટનરી ડૉક્ટર નથી. સાબરના મોત પાછળ અધિકારીઓની બેદરકારી જવાબદાર છે.