Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુમાં ‘જામ હૈ, તો જહાન હૈ..!’ 58 દિવસો બાદ ખુલેલી દારૂની દુકાનો બહાર લાગી લાંબી લાઈનો

જમ્મુમાં ‘જામ હૈ, તો જહાન હૈ..!’ 58 દિવસો બાદ ખુલેલી દારૂની દુકાનો બહાર લાગી લાંબી લાઈનો

0
167

જમ્મુ: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના ચોથા તબક્કા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે કેટલીક દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. સરકારે રાજ્યમાં માત્ર 41 દુકાનો જ ખોલવાની મંજૂરી આપી છે.

જણાવી દઈએ કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે. ખુદ વડાપ્રધાને પોતાના રાષ્ટ્રના નામે સંબોધનમાં એક વખત કહ્યું હતું કે, જાન હૈ, તો જહાન હૈ. જો કે અહીં લોકોએ જાણે તેને જામ હૈ, તો જહાન હૈ સમજ્યા હોય એમ 58 દિવસો બાદ દારૂની દુકાનો ખુલતા જ ભીડ જમા થઈ ગઈ હતી. જેને કાબૂમાં કરવા માટે પોલીસ અને સુરક્ષાદળના જવાનોએ મોર્ચો સંભાળવાની ફરજ પડી હતી. અહીં દારૂની દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે ગોળ સર્કલ બનાવવામાં આવ્યા છે, પરંતુ અનેક ઠેકાણે તમામ નિયમોના લીરેલીરા ઉડાવવામાં આવ્યા હતા.

જમ્મુના ગાંધીનગર અને મુઠ્ઠી વિસ્તારમાં દારૂની દુકાન બહાર ભીડને બેકાબૂ બનતી જોઈને પોલીસને હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન થોડી વાર માટે દુકાનોને બંધ કરાવવાની ફરજ પડી હતી. જો કે બાદમાં ટોળુ વિખરાઈ ગયા બાદ દુકાનો પુન: ખોલવામાં આવી.

બીજી તરફ શહેરના રેલવે સ્ટેશન અને મુખ્ય બસ સ્ટેન્ડની બહાર પણ દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જે લાઈનમાં ઉભા રહેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી રહ્યા હતા.

જ્યારે દારૂની દુકાન બહાર ઉભા રહેલા લોકોનું કહેવુ હતું કે, તેઓ છેલ્લા કેટલાય દિવસોથી દુકાનો ખુલે તેની રાહા જોઈ રહ્યા હતા. હવે દુકાનો ખુલી છે, તો તેઓ વધુમાં વધુ સ્ટોક ખરીદી લેવા માંગે છે. જેથી હજુ થોડા દિવસો સુધી લાઈનમાં ઉભા રહેતા બચી શકાય.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ચિંતાજનક: ભારતમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ ઈટલી-સ્પેન કરતાં પણ વધુ