Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, રાણીપમાં લારી પર સરઘસ કાઢ્યું

અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, રાણીપમાં લારી પર સરઘસ કાઢ્યું

0
2075

અમદાવાદઃ શહેરના રાણીપમાં આવેલા મગનપુરામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી.લોકોએ રેડ કરીને લારીમાં દેશીદારૂ ભરીને સરઘસ કાઢ્યું હતું. આ બાબતે પોલીસને જાણ થતાં રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદના રાણીપ વિસ્તાના મગનપુરામાં દેશી દારૂ વેચાતો હોવાથી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. લોકો દ્વારે રેડ કરની લારીમાં ભરીને રસ્તા પર નીકળી ગયા હતાં અને જેને લઈને લોકોના ટોળેટેળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક મહિલાઓનું કહેવુ છે કે, દારૂ પીવા આવતા લોકો અશ્લિલ હરકતો અને યુવતીઓની છેડતી કરતા હતા. તેમજ પોલીસ જ દારૂ પીવા અને હપ્તા લેવા માટે આવે છે.ખાત વાત એ છે કે, આ વિસ્તારમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર સહિતનાઓના ઘર આવેલા છે.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, ગીર સોમનાથ 3.4ની તીવ્રતાથી ધણધણ્યુ