ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યુ છે. આદિવાસી વિસ્તારમાં પણ મતદારો મત નાખી રહ્યા છે. જોકે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના સામોટ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
નર્મદા જિલ્લામાં આદિવાસી અનામત બે બેઠક માટે મતદાન યોજાઇ રહ્યુ છે. ડેડીયાપાડા મત વિસ્તારમાં આવતા સમોટના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં 1000 જેટલા મતદારો હોવા છતા અત્યાર સુધી એક પણ મત પડ્યો નથી.
સામોટ ગામના લોકોએ સર્વાનુમતે આઝાદીથી આજદિન સુધી ખેડતા આવેલ જમીન નિયમબદ્ધ (નામ) નહી કરવામાં આવતા વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે નર્મદા જિલ્લામાં 1 વાગ્યા સુધી રાજ્યમાં સૌથી વધુ 46.16 ટકા મતદાન થયુ છે.