Gujarat Exclusive > દેશ-વિદેશ > લૉકડાઉન 4.0: કર્ણાટકમાં ગુજરાત સહિત 4 રાજ્યોના લોકો માટે No Entry

લૉકડાઉન 4.0: કર્ણાટકમાં ગુજરાત સહિત 4 રાજ્યોના લોકો માટે No Entry

0
305

બેંગલુરૂ: કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે કેટલાક કડક પગલા ભર્યાં છે. કર્ણાટકમાં લૉકડાઉન 4 દરમિયાન રાજ્યમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 4 રાજ્યોના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ અંગે વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જણાવ્યું કે, અમે 31 મેં સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના લોકોને કર્ણાટકમાં પ્રવેશની મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય તેમણે જણાવ્યું કે, રાજ્યમાં માત્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસો અને ખાનગી બસો જ દોડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિઓની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ દુકાનો ખોલવાની પરવાનગી રહેશે, જ્યારે રવિવારે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે.

જણાવી દઈએ કે, કોરોના લૉકડાઉન 4.0 માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે 17-મેના રોજ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા માટે કેટલીક વધારાની છૂટ આપવામાં આવી છે. જેમાં મૉલને બાદ કરતાં બજારોમાં બાર્બર શૉપ, સલૂન અને સ્પા સહિત અન્ય દુકાનોને અલગ-અલગ સમયે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યોને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વર્ગીકરણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેની અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઘણાં સમયથી માંગ કરી રહ્યાં હતી. કેન્દ્રના આદેશ બાદ અનેક રાજ્યોએ કહ્યું હતું કે, 18-મેથી અલગ-અલગ ઝોનના આધારે તેઓ પોતાની ગાઈડલાઈન નક્કી કરશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

હૈદરાબાદમાં બર્થ ડે પાર્ટીઓ બની કોરોનાની ‘સુપર સ્પ્રેડર’, 100 જેટલા લોકો થયા સંક્રમિત