Gujarat Exclusive > યુથ > મનોરંજન > લૉકડાઉનમાં ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’નો જાદુ છવાયો, જૂની સીરિયલ્સને વધુ જોઈ રહ્યાં છે લોકો

લૉકડાઉનમાં ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’નો જાદુ છવાયો, જૂની સીરિયલ્સને વધુ જોઈ રહ્યાં છે લોકો

0
456

અંગ્રેજીમાં એક કહેવત છે “ઓલ્ડ ઈઝ ગોલ્ડ” (Old Is Gold), જે આપણે ઘણી વખત સાંભળી પણ હશે. કોરોના વાઈરસના કારણે રાષ્ટ્રવ્યાપી લાગૂ લૉકડાઉન વચ્ચે ટેલીવિઝનના નાના પડદા પર રામાયણ, મહાભારત, શ્રી ક્રિષ્ના અને ઓફિસ-ઓફિસ જેવી સીરિયલ્સના પુન:પ્રસારણે આ કહેવતના સાચી સાબિત કરી દીધી છે. દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા આ સીરિયલ્સ સતત દર્શકોની પ્રથમ પસંદ બની ગઈ છે. આ જૂના શૉની અચાનક એન્ટ્રીથી જૂની પેઢીની સાથે જ નવી પેઢીઓને પણ તેમાં રસ પડવા લાગ્યો છે અને તેઓ પણ જોઈ રહ્યાં છે.

અનેક રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ
રિપોર્ટ મુજબ, રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી લોકપ્રિય ટીવી સિરીયલ “રામાયણ”ને ગત મહિને 16 એપ્રિલના રોજ 7 કરોડ 70 લાક લોકોએ જોઈ હતી, જેણે વિશ્વમાં સૌથી વધુ લોકો દ્વારા જોવામાં આવતા શૉ બનવાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા.

આ સાથે જ અલગ-અલગ પ્રાઈવેટ એન્ટરટેનમેન્ટ ચેનલો પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, રામાયણની વિભિન્ન આવૃતિઓ, બાલિકા વધુ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ, ખતરા ખતરા ખતરા, હૉરર સીરિયલમાં આહટ, સુપર ડાન્સર: ચેપ્ટર-3, CID અને સુપર સ્ટાર સિંગરનું પુન: પ્રસારણ કરવામાં આવ્યું છે.

આ સીરિયલ્સ પ્રેક્ષકોની પ્રથમ પસંદ
આ અંગે એન્ટર10 ટેલીવિઝન નેટવર્કના માર્કેટિંગ ચીફ અર્પિત માછરનું કહેવું છે કે, દંગલ ટીવી પર રામાયણ અને ચંદ્રગુપ્ત મૌર્યને પ્રસારિત કરવામાં આવી રહી છે. બન્ને શૉને પ્રેક્ષકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે. પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત શૉને દર્શકો વધુ પસંદ કરી રહ્યાં છે. થ્રિલર શૉ અને પારિવારિક સીરિયલ્સને પણ દર્શકો લૉકડાઉનમાં ઘણાં પસંદ કરી રહ્યાં છે.

રિયાલિટી શૉ બનાવી રહ્યાં છે નવા રેકોર્ડ
યુવાનો પર આધારિત રિયાલિટી શૉનું પણ પુન:પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. હાલમાં MTV સ્પ્લિટ્સવિલા સિઝન-10 અને 11, લવ સ્કૂલ સિઝન-3, MTV એસ ઓફ સ્પેસ સિઝન-1, MTV હલચલ સિઝન 1 અને ગર્લ્સ-ગર્લ્સનું રિપીટ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ અંગ્રેજી ક્લસ્ટરમાં કૉફી વિથ કરણ, હાઉ આઈ મેટ યોર મધરનું પુન:પ્રસારણ થયું છે.

આ સિવાય સ્ટાર વર્લ્ડ પર ધી વૉકિંગ ડેડ અને ઝી કેફે પર સીનફીલ્ટને પ્રસારિત કરવામાં આવી છે. ઈંગ્લિશ એન્ટરટેઈનમેન્ટ વાયકૉમ-18ના હેડ ફિરઝાદ પાલિયાના જણાવ્યા પ્રમાણે, પ્રસારિત થનારા આ શૉને 35 ટકા દર્શકો અત્યાર સુધી જોઈ ચૂક્યાં છે.

આ ઉપરાંત MTV અડ્ડા, MTV લૉકડાઉન અને MTV હસ્ટલ ફ્રૉમ હોમ જેવા ડિજીટલ પ્લેટફોર્મ પર પણ સતત નવા યુવા દર્શકો જોડાઈ રહ્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

VIDEO: ‘અમ્ફાન’ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાંડવ, 4ના મોત