Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનાનો ડર: રોકડ વ્યવહારથી બચી રહ્યાં છે લોકો, Paytmના ડિજિટલ પેમેન્ટમાં તેજી

કોરોનાનો ડર: રોકડ વ્યવહારથી બચી રહ્યાં છે લોકો, Paytmના ડિજિટલ પેમેન્ટમાં તેજી

0
553

નવી દિલ્હી: Paytmએ મંગળવારે જણાવ્યું કે, ડિજિટલ પેમેન્ટમાં મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે, કારણ કે કોરોના વાઈરસના ચેપને ફેલાતો રોકવા માટે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. આ લોકો ઘરેથી બહાર નીકળવા અને રોકડ રકમને અડવાથી બચી રહ્યા છે. આ અંગે Paytmના પ્રવક્તાએ જણાવ્યું કે, સામાન્ય દિવસોની સરખામણીમાં હાલ અમે ડિજિટલ ચૂકવણીમાં 20 ટકા વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. ફેબ્રુઆરીમાં Paytm એપ પર જનારા લોકોસની સંખ્યામાં તેજી આવી છે.

આ અંગે વધુમાં જણાવાયું છે કે, પેટ્રોલ પંપ અને એકબીજા વચ્ચે લેવડ-દેવડમાં લોકો રોકડની જગ્યાએ Paytmને વધારે મહત્વ આપી રહ્યાં છે. આથી ઓફલાઈન ચૂકવણીમાં 12 ટકાનો વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બેંકોને ડિજિટલ ચૂકવણીનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, અન્ય ડિજિટલ ચૂકવણી કરતી કંપનીઓની લેવડ-દેવડમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે, દેશમાં છેલ્લા 1 મહિનામાં Paytmએ વધુ લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. Paytm 1.6 કરોડ મરચન્ટ બેસ સાથે ડિજિટલ ચૂકવણી મામલે ક્યાંય આગળ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝીશન (WHO)એ કોરોના વાઈરસથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સામાન્ય લોકોને પીડિતોથી દૂર રહેવા અને કોઈ પણ એવી વસ્તુનો સ્પર્શ ના કરવો, જેનાથી કોરોના વાઈરસ કે કોઈ અન્ય પ્રકારનો વાઈરસ ફેલાવવાની આશંકા હોય. આ સિવાય અનેક એક્સપર્ટોનું કહેવું છે કે, કોરોના વાઈરસથી બચવા માટે જેટલું બની શકે તેટલું રોકડ લેવડ-દેવડથી બચવું જોઈએ. WHOએ પણ કોન્ટેક્ટલેસ ચૂકવણીની સલાહ આપી છે.

હવે બેંગલુરૂમાં હાઈવોલ્ટેજ ડ્રામા, બળવાખોર MLAને મળવા પહોંચેલા દિગ્વિજય સિંહની અટકાયત