Gujarat Exclusive > દેશ-વિદેશ > પતંજલિ યોગપીઠમાં કોરોના વિસ્ફોટ: 83 લોકો સંક્રમિત, બાબા રામદેવનો પણ થઈ શકે છે ટેસ્ટ

પતંજલિ યોગપીઠમાં કોરોના વિસ્ફોટ: 83 લોકો સંક્રમિત, બાબા રામદેવનો પણ થઈ શકે છે ટેસ્ટ

0
162

દેહરાદૂન: ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળો શરૂ થયા બાદ જ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, અહીં યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ યોગપીઠમાં પણ કોરોના ફેલાઈ ગયો છે. અત્યાર સુધી પતંજલિ આયુર્વેદના અલગ-અલગ વિભાગોમાં કામ કરનારા 83 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે બાબા રામદેવના પ્રવક્તાએ આ સમાચારને રદ્દીયો આપ્યો છે. Patanjali Covid Medicine

મીડિયા રિપોર્ટ મુજબ, પતંજલિની સંસ્થાઓમાં કોરોના સંક્રમણના ફેલાવાની જાણકારી ખુદ હરિદ્વારા CMO દ્વારા આપવામાં આવી છે. તેમણે એક મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પતંજલિના 83 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત મળી આન્યા છે. જેમાંથી 46 પતંજલિ યોગપીઠ, 28 યોગ ગ્રામ અને 9 સંક્રમિત આચાર્યકુલમમાંથી મળી આવ્યા છે. અગાઉ પણ 1-2 રેલ આ સંસ્થામાં આવી ચૂક્યાં છે. સ્વાસ્થ્ય વિભાગ કોન્ટેક્ટ ટ્રેસિંગની સાથે પોઝિટિવ મળી આવનાર લોકોને આઈસોલેટ કરી રહ્યું છે. જરૂર પડશે, તો બાબા રામદેવનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:  પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય જળસીમામાંથી 5 બોટ સાથે 35 માછીમારોનું અપહરણ Patanjali Covid Medicine

આ સમાચાર સામે આવ્યા બાદ જ લોકો સોશિયલ મીડિયા પર રામદેવ અને કોરોના મહામારી વચ્ચે તેમણે બહાર પાડેલી કોરોનિલ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝર્સે ટ્વીટ પર પૂછ્યું છે કે, WHO દ્વારા માન્ય કોરોનિલ ખતમ થઈ ગઈ કે શું? હું તમારા જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છે. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, ઓહ આ દુ:ખદ ન્યૂઝ છે, આશા છે કે કોરોનિલ તેમના પર કામ કરશે. Patanjali Covid Medicine

બીજી તરફ બાબા રામદેવના પ્રવક્તા એસકે તિજારાવાલીએ પતંજલિ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની ખબરોને ફગાવી છે. તેમણે લખ્યું છે કે, મીડિયામાં ભ્રામક અને ખોટી અફવાઓ ના ચલાવશો. યોગગ્રામ, નિરમયમ, આચાર્યકુલમ અને પતંજલિ સંસ્થાઓમાં કોઈ પોઝિટિવ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat