Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCનો દાવો: સરકારી કરતાં ખાનગી હોસ્પિટલોમાં વધારે લોકો થઈ રહ્યા છે દાખલ

AMCનો દાવો: સરકારી કરતાં ખાનગી હોસ્પિટલોમાં વધારે લોકો થઈ રહ્યા છે દાખલ

0
27
  • છેલ્લા બે દિવસમાં 300 હોસ્પિટલમાં 8,000 રેમડિસિવિર ઇન્જેક્શન પહોંચાડ્યા

  • ખાનગી વાહનમાં આવતા દર્દીઓને દાખલ કરવાનો નિર્ણય કર્યા બાદ 2188 દર્દીઓને દાખલ કરાયા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તા.28મી એપ્રિલના રોજ 108 એમ્બ્યુલન્સ સિવાય ખાનગી વાહનમાં આવતા દર્દીઓને પણ દાખલ કરવાની જાહેરાત કરાઈ હતી પછી અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.ની ચાર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ 2188 દર્દીઓને દાખલ કરાયા છે.

AMCનો દાવો કે, ત્રણ દિવસમાં AMCની ચાર હોસ્પિટલમાં 600 દર્દીઓ દાખલ થયા છે જ્યારે એક જ દિવસમાં ખાનગી હોસ્પિટલમાં 1588 દર્દીઓ દાખલ કરાયા છે. છેલ્લા બે દિવસમાં 300 હોસ્પિટલમાં 8,000 રેમડિસિવિર ઇન્જેક્શન પહોંચાડ્યા છે.

અમદાવાદ મ્યુનિ.એ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ.કમિશનર દ્વારા તા. 28મી એપ્રિલે નિર્ણય કર્યો હતો કે, મ્યુનિ.હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ સુધી પ્રાઇવેટ વાહનમાં આવતા દર્દીઓને પણ દાખલ કરવામાં આવશે. 28મી પછી મ્યુનિ.ની ચાર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 600 દર્દી દાખલ કરાયા છે જ્યારે 29મી એપ્રિલે એક જ દિવસમાં ખાનગી હોસ્પિટલમાં 1588 દર્દીઓ દાખલ કરાયા છે.

તમામ મ્યુનિ. હોસ્પિટલોએ તથા ખાનગી હોસ્પિટલોએ જુદી જુદી કેટેગરીમાં ઉપલબ્ધ ખાનગી બેડ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. મ્યુનિ.ક્વોટા અને ખાનગી કવોટામાં ખાનગી વાહનોથી આવતા દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. કોવિડ હોસ્પિટલ આગળ કોઈ કતાર લાગી નથી કે કોઈ ફરિયાદ મળી નથી. મ્યુનિ.નો દાવો છે કે, નવી વ્યવસ્થા બાદ દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા સરળ અને સુગમ બની છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat