Gujarat Exclusive > રાજનીતિ > ખતરનાક છે Pegasus, લોકોના પૈસા જાસૂસી પર થઇ રહ્યા છે બરબાદ-મમતા બેનરજી

ખતરનાક છે Pegasus, લોકોના પૈસા જાસૂસી પર થઇ રહ્યા છે બરબાદ-મમતા બેનરજી

0
45

કોલકાતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ 21 જુલાઇએ શહીદ દિવસ મનાવી રહી છે. પાર્ટીની રચના બાદ દર વર્ષે 21 જુલાઇએ શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે મમતા બેનરજીએ વર્ચુઅલ સંબોધન કર્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે ટીએમસી 1993માં કોલકાતામાં યુવા કોંગ્રેસની રેલીમાં પોલીસના ગોળીબારમાં માર્યા ગયેલા 13 લોકોની યાદીમાં શહીદ દિવસ મનાવે છે.

મમતા બેનરજીએ કહ્યુ કે, મની પાવર, મસલ પાવર, માફિયા પાવર અને સત્તાના પાવર છતા ટીએમસીને વિજયી બનાવ્યા છે. આ પ્રેરણા રવીન્દ્રનાથ ઠાકુર પાસેથી મળી છે. બંગાળના લોકોએ મત આપ્યો છે. આખા દેશે તેમનું સમર્થન કર્યુ હતું. મમતા બેનરજીએ કહ્યુ કે પ્રજાતંત્ર ખતરામાં છે. અમે નથી જાણતા કે 2024માં શું થશે, તેમણે કહ્યુ કે ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનરજીએ કહ્યુ, બંગાળે માં,માટી અને માનુષને ચૂંટ્યા છે. અહીની જનતાએ પૈસાના પાવરને નકાર્યો છે. ભાજપ પુરી રીતે તાનાશાહી પર ઉતરી છે. ત્રિપુરામાં અમારા કાર્યક્રમને રોકવામાં આવ્યો છે. શું આ લોકશાહી છે? હવે આપણે કામ શરૂ કરવાનું છે. સરકાર પેગાસસ દ્વારા સ્પાઇગીરી બતાવી રહી છે પરંતુ તેનાથી અમને કોઇ ફરક પડતો નથી.

ભાજપને પોતાના મંત્રીઓ પર જ વિશ્વાસ નથી, જાસૂસી કરાવે છે- મમતા

મમતા બેનરજીએ કહ્યુ, આજે અમારી આઝાદી ખતરામાં છે. ભાજપે અમારી સ્વતંત્રતાને ખતરામાં નાખી દીધી છે. તે પોતાના જ મંત્રીો પર વિશ્વાસ નથી કરતી અને એજન્સીનો ખોટો ઉપયોગ કરે છે. અમારા ફોન ટેપ કરવામાં આવે છે. પેગાસસ ખતરનાક અને ક્રૂર છે. હું કોઇની સાથે વાત નથી કરી શકતી. આ લોકો જાસૂસી માટે ઘણા વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છે. મે પોતાના ફોન પર પ્લાસ્ટર ચઢાવી દીધુ છે. આપણે કેન્દ્ર પર પણ પ્લાસ્ટર ચઢાવી દેવુ જોઇએ, નહી તો આખો દેશ બરબાદ થઇ જશે. ભાજપે સંઘીય ઢાંચાને તોડી પાડ્યો છે.

આ પણ વાંચો: પેગાસસ કેસ પર શશિ થરૂરની આગેવાની ધરાવતી સંસદીય સમિતિ 28 જુલાઇએ ચર્ચા કરશે

મમતા બેનરજીની રેલીની મોટી વાતો

– 16 ઓગસ્ટે ટીએમસી મનાવશે ખેલા દિવસ
– જ્યાર સુધી ભાજપને બહાર નથી કરી દેતા ત્યાર સુધી ખેલા હોબે
– લોકતાંત્રિક દેશને સર્વિલાન્સ દેશમાં બદલી રહી છે ભાજપ
– ચાર લાખ લોકોના કોરોનાથી મોત થયા અને પીએમ કહી રહ્યા છે અમે બેસ્ટ
– ખતરનાક છે Pegasus, લોકોના પૈસા જાસૂસી પર થઇ રહ્યા છે બરબાદ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat