1 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા ઈઝરાયેલ સ્પાઈવેર પેગાસસ (Pegasus)ની મદદથી જાસૂસીનો મુદ્દો એક વખત ફરીથી સરકાર માટે મુશ્કેલી ઉભી કરતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે- નરેન્દ્ર મોદીએ રવિવારે 30 જાન્યુઆરીએ પેગાસસ મુદ્દા પર ભ્રમને ખત્મ કરવા માટે રાષ્ટ્રને સંબોધિત કરવું જોઈએ.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે- “ભારત સરકારે આગળ આવવું જોઈએ અને સ્પષ્ટીકરણ આપવું જોઈએ… જો સરકાર ક્લીન છે, તો વડાપ્રધાનને પોતે રાષ્ટ્રને સંબોધિત કરવું જોઈએ અને ભ્રમ સમાપ્ત કરવું જોઈએ”
બીજી તરફ હાલમાં જ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટનો હવાલો આપ્યો, જે અનુસાર જૂલાઈ 2017માં મોદી સરકારે પેગાસસને ખરીદ્યું હતુ, એડવોકેટ એમએલ શર્માએ કથિત પેગાસસ ખરીદની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
એડવોકેટ એમએલ શર્મા પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં દાખલ પેગાસસ કેસમાં અરજીકર્તાઓમાંથી એક છે. આ વખતના આવેદનમાં તેમને FIR નોંધવાની માંગ કરી છે.
એડવોકેટ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટને વડાપ્રધાન મોદી સહિત સંબંધિત વ્યક્તિઓ પર કેસ ચલાવવાના નિર્દેશ આપવાની પણ માંગ કરી છે.
SCમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂયોર્ક ટાઈમ્સે 29 જાન્યુઆરી 2022માં એક વિસ્તૃત ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે 2017માં એક મોટા હથિયારના રૂપમાં ઈઝરાયેલી સ્પાઈવેર પેગાસસની પણ ખરીદી કરી હતી.
અરજદારના જણાવ્યા અનુસાર, આ હથિયારોના સોદાને સંસદમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યો ન હતો અને વડાપ્રધાન મોદી અને ભાજપ દ્વારા અંગત રાજકીય સ્વાર્થ માટે વિશ્વાસઘાત ગેરકાયદેસર છે.