Gujarat Exclusive > દેશ-વિદેશ > પેગાસસ કેસ: “ભારતીય ઓપરેશન”ના પૈસા કોણે આપ્યા? મોદી સરકાર લોકોને જણાવે- સ્વામી

પેગાસસ કેસ: “ભારતીય ઓપરેશન”ના પૈસા કોણે આપ્યા? મોદી સરકાર લોકોને જણાવે- સ્વામી

0
94

પેગાસસ સ્પાઈવેર કેસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, પેગાસસ સ્પાઈવેર એક કોમર્શિયલ કંપની છે જે પેડ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. એવામાં ભારતીય “ઓપરેશન”ને અંજામ આપવા માટે જો કેન્દ્રએ નહીં તો કોણે તે કંપનીને પૈસા આપ્યા હતા?

મંગળવારે સ્વામીએ ટ્વિટ કર્યું છે કે, બિલ્કૂલ સ્પષ્ટ છે કે Pegasus Spyware એક કોમર્શિયલલ કંપની છે જે પેડ કોન્ટ્રાક્ટ્સ પર કામ કરે છે. તેથી પ્રશ્ન ઉભો થાય છે કે “ભારતીય ઓપરેશન” માટે તેમને કોણે ચૂકવણી કરી. ભારત સરકારે કરી નથી તો કોણે કરી? ભારતના લોકોને બતાવવું મોદી સરકારનું કર્તવ્ય છે.

આનાથી પહેલા તેમને ટ્વિટ કરીને કહ્યું હતુ કે, ગૃહ મંત્રીએ સંસદમાં બતાવવું જોઈએ કે સરકારનું ઈઝરાઇલી કંપની સાથે કંઈ લેવા-દેવા છે કે નહીં, જેને આપણા ટેલિફોન ટેપ કર્યા છે. નહીં તો વોટરગેટની જેમ સત્ય સામે આવશે અને હલાલના રસ્તા બીજેપીને નુકશાન પહોંચશે.

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે દુનિયાભરમાં પત્રકારો, માનવાધિકાર રક્ષકો, રાજનેતાઓની જાસૂસી કરવા માટે પેગાસસ સોફ્ટવેરના ઉપયોગને ખુબ જ ચિંતાજનક ગણાવતા સોમવારે સરકારોને તેમની તે મોનિટરિંગ ટેકનોલોજી પર તત્કાલ લગામ લગાવવાનું આહ્વાન કર્યું, જેમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat