Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Paytm-Phonepe વોલેટમાં હવે 1ને બદલે 2 લાખ રુપિયા સુધી રાખી શકાશે

Paytm-Phonepe વોલેટમાં હવે 1ને બદલે 2 લાખ રુપિયા સુધી રાખી શકાશે

0
34

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ ઓપરેટર્સને આપી RTGS-NEFTની સુવિધા

નવી દિલ્હીઃ ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારા માટે મોટા ન્યૂઝ છે કે Paytm-Phonepe જેવા પેમેન્ટ ઓપરેટર્સના વોલેટ (Paytm PhonePe Wallet)માં હવેથી 2 લાખ રુપિયા સુધી રાખી શકાશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ફિનટેક-પેમેન્ટ કંપનીઓને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ -RTGS-NEFTની સુવિધા માટે મંજૂરી આપી દેતા. આ કંપનીઓના વોલેટમાં વધુ રકમ રાખવાનો માર્ગ મોકળો થઇ ગયો.

આમ હવે આરટીજીસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા 2 લાખથી વધુની રકમ કોઇ પણ પણ 24X7 કલાક ટ્ર3ન્સફર કરી શકાશે ઉપરાંત NEFT દ્વારા 2 લાખ રુપિયા સુધી ટ્રાન્સફર કરી શકાશે.

આ પણ વાંચોઃ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નહીં, રેપો રેટ 4% પર યથાવત- RBI

PPIs મર્યાદાનો લાભ KYC કરાવનારાને જ મળશે

સેન્ટ્રલ બેન્ક આરબીઆઇએ નાણાવર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક પોલિસીમાં મહત્વનો નિર્ણય લીધો. જેમાં ફિનટેક કંપનીઓ, પેમેન્ટ કંપનીઓને RTGS-NEFT દ્વારા ફંડ ટ્રાન્સફરીન સુવિધા આપશે. ઉપરાંત આરબીઆઇએ પેટીએમ-ફોનપે P(aytm PhonePe Wallet) જેવી પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPIs) માટે એકાઉન્ટ લિમિટ મર્યાદા વધારીને બે લાખ કરી દીધી. પહેલાં આ મર્યાદા એક લાખ રુપિયાની હતી. તેથી પેટીએમ અને ફોનપે યુઝર્સને મોટો લાભ મળશે. પરંતુ જેમની KYC થઇ હશે તેમને જ આ સુવિધા મળશે.

RTGS-NEFTની સુવિધા માત્ર બેન્કો અને કેટલાક અપવાદ કિસ્સામાં હતી

RBIએ આપેલીફિનટેક-પેમેન્ટ (Paytm PhonePe Wallet) કંપનીઓને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ -RTGS-NEFTની સુવિધા અગાઉ બેન્કો અને કેટલાક અપવાદરુપ નોન-બેન્કિંગ ગ્રાહકોને જ અપાતી હતી. આરબીઆઇના આ પ્રસ્તાવથી PPIs, કાર્ડ નેટવર્ક, વાઇડ લેવલ એટીએમ ઓપરેટર્સ જેવી નોન-પેમેન્ટ સિસ્ટમ પણ આરબીઆઇ દ્વારા સંચાલિત આરટીજીસ અને નેફ્ટનું સભ્યપદ લઇ શકશે.

આ પણ વાંચોઃ કેન્દ્રમાં PM મોદીની સરકાર રચાયા બાદ ગૌતમ અદાણીની સંપત્તિ 432% વધી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat