Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > દુકાનદારોને પેટીએમ પાસેથી મળી મોટી રાહત, વોલેટમાંથી પેમેન્ટ કરવા પર નહીં ભરવો પડે ચાર્જ

દુકાનદારોને પેટીએમ પાસેથી મળી મોટી રાહત, વોલેટમાંથી પેમેન્ટ કરવા પર નહીં ભરવો પડે ચાર્જ

0
131

દેશમાં 1.72 કરોડ જેટલા દુકાનદારોને મળી મોટી રાહત

મુંબઈઃ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં દુકાનદારો માટે રાહતના (Payment wallet Paytm news) સમાચાર આવ્યા છે. અગ્રણી પેમેન્ટ એપ પેટીએમે હવે તેની સાથે જોડાયેલા દુકાનદારને યુપીઆઇ અને રુપે કાર્ડની સાથે પેટીએમ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પર હવે કોઈપણ પ્રકારના ચાર્જમાંથી મુક્તિ આપી છે. આમ હવે દુકાનદારો કોઈપણ પ્રકારના ચાર્જની ચિંતા રાખ્યા વગર વિના મૂલ્યે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

પેટીએમે આ અંગે જણાવ્યું હતું કે તેના પગલાંથી લગભગ 1.72 કરોડ જેટલા (Payment wallet Paytm news) દુકાનદારોને ફાયદો થશે. દુકાનદારો પોતાના બેન્ક ખાતામાં ડાયરેક્ટ સેટલમેન્ટની સાથે પોતાના બધા જ ડિજિટલ પેમેન્ટ પર ઝીરો ટકા ફીનો ફાયદો ઉઠાવી શકશે. પેટીએમ સાથે જોડાયેલા દુકાનદાર હવે ઝીરો ટકા ફી પર પેટીએમ વોલેટના માધ્યમથી અનલિમિટેડ પેમેન્ટ લઈ શકશે.

દુકાનદારોએ હવે કાઉન્ટર પર ઘણા બધા ક્યુઆર કોડ રાખવા નહીં પડે

દુકાનદારોએ હવે પોતાના કાઉન્ટર પર ઘણા બધા ક્યુઆર કોડ રાખવાની (Payment wallet Paytm news) જરૂરિયાત પણ રહેશે નહી. તેમણે પેટીએમ વોલેટ, પેટીએમ યુપીઆઇ અથવા તે કોઈ બીજા યુપીઆઇ એપથી પેમેન્ટ લેવા માટે ઓલ-ઇન-વન-ક્યુઆર રાખવાનું રહેશે.

પેટીએમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કુમાર આદિત્યએ જણાવ્યું હતું કે અમે દેશભરમાં અમારા મર્ચન્ટ પાર્ટનર્સને મજબૂત કરી રહ્યા છીએ. તેનાથી તે બધા વોલેટ પેમેન્ટને સ્વીકાર કરી શકશે. પોતાના બેન્ક ખાતા વગર તેને સેટલ કરી શકશે. તેનાથી (Payment wallet Paytm news) ધંધાર્થીઓને દરેક લેણદેણની સાથે વધારે બચત કરવામાં મદદ મળશે. હવે ધંધાર્થી જુદા-જુદા ક્યુઆર કોડની ઝંઝટ વગર એક જ ક્યુઆર થકી બધી લેણદેણ કરી શકે છે.

પેટીએમે તાજેતરમાં જણાવ્યું હતું કે તેની પોસ્ટપેઇડ સેવાઓનો વપરાશ કરનાર યુઝર્સ (Payment wallet Paytm news) તેના ખર્ચાઓને ઇએમઆઇમાં કન્વર્ટ કરી શકે છે. તેનાથી યુઝર્સ બજેટની ચિંતા કર્યા વગર વધારેમાં વધારે ખરીદદારી કરી શકશે. તેની પછી સરળ હપ્તામાં ચૂકવણી કરી શકશે. તે સિવાય યુઝર્સ પેટીએમ બાય નાઉ અને પે લેટર સગવડનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

આ પણ વાંચો:દેશમાં કુલ રીન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન 13 ટકા: રૂપાણી