Gujarat Exclusive > યુથ > મનોરંજન > શિવાજી પર પાયલ રોહતગીના ટ્વીટ પર વિવાદ, વીડિયો પોસ્ટ કરી માફી માંગી

શિવાજી પર પાયલ રોહતગીના ટ્વીટ પર વિવાદ, વીડિયો પોસ્ટ કરી માફી માંગી

0
383

બૉલીવુડ અભિનેત્રી પાયલ રોહતગી છત્રપતિ શિવાજી મહારાજની જાતિ પર ટ્વીટ કરીને વિવાદોમાં ફસાઈ છે. જો કે વિવાદ વકરતો જોઈને પાયલ રોહતગીએ વીડિયો શેર કરીને માફી માંગી લીધી છે.

પોતાના ટ્વીટ પર લોકોની આલોચના વધતી જોઈને આખરે પાયલે એક વીડિયો શેર કરીને પોતાની ટિપ્પણી પર માફી માંગી લીધી છે. આ વીડિયોમાં જણાવ્યું કે, મારા સાદ સવાલને ખોટો સમજવામાં આવ્યો છે. હું એક મહાન રાજાની પૂજા કરૂ છું. મેં ક્યાંક વાંચ્યું હતુ અને એક જાણકારી સામે આવી, જે મેં સૌ લોકોની સમક્ષ રાખી. જો કે સોશિયલ મીડિયા ટ્રોલર્સોથી ભરેલ પડ્યું છે.

રોહતગીએ જણાવ્યું કે, મેં મરાઠા રાજાને નીચા દેખાડવા અંગે પ્રશ્ન નહતો પૂછ્યો. પાયલે વધુમાં જણાવ્યું કે, હું એ તમામ લોકોને હાથ જોડીને માફી માંગું છું. જે એવું વિચારે છે કે, મેં તેમના મહારાજ વિશે ખોટું કહ્યું છે. આ સ્પષ્ટ છે કે, મને એક પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી, કારણ કે એનો ખોટો અર્થ નીકાળવામાં આવશે.

પાયલે રવિવારે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શૂદ્ર વર્ણમાં ખેડૂત પરિવારમાં થયો હતો. યજ્ઞોપવિત સંસ્કાર અને પોતાની પત્ની સાથે પુનવિવાહ દ્વારા તેમને ક્ષત્રિય માનવામાં આવ્યા હતા. જેથી તેમનો રાજ્યાભિષેક થઈ શકે. આથી લોકો એક વર્ણમાંથી બીજા વર્ણમાં પોતાની યોગ્યતા અનુસાર જઈ શકે.