Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > PM મોદી સાથે ‘ચાય પે ચર્ચા’ કરવાની તક, ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવા સરકારની નવી યોજના

PM મોદી સાથે ‘ચાય પે ચર્ચા’ કરવાની તક, ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવા સરકારની નવી યોજના

0
313

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કરીને સત્તા પર વાપસી કરી છે. આ સાથે જ મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે. હકિકતમાં મોદી સરકારે ટેક્સ કલેક્શનમાં વધારો કરવા માટે એક નવા આઈડિયાની શોધ કરી છે.

હકિકતમાં મોદી સરકાર ઈન્કમટેક્સ ચૂકવનારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક ઓફર લઈને આવી છે. સરકારને આશા છે કે, આ યોજનાથી ટેક્સ કલેક્શનમાં ફાયદો થશે અને સરકારી ખજાનામાં વધારો થશે.

હવે દેશમાં જે સૌથી વધારે ટેક્સ ચૂકવશે, તેમને નાણાં મંત્રી અથવા વડાપ્રધાન સાથે બેસીને “ચાય પે ચર્ચા” કરવાની તક મળશે. એટલે સીધી રીતે કહીએ તો, સૌથી વધુ ટેક્સપેયર્સ વડાપ્રધાન મોદી સાથે બેસીને ચાની ચૂસ્કીનો આનંદ ઉઠાવી શકશે.

જો કે કેન્દ્ર સરકાર પહેલા જ અનેક નોન મોનેટરી ઈન્સેટિવ આપી રહી છે. જો કે વડાપ્રધાન સાથે “ચા પર ચર્ચા”ની ઓફરથી કરદાતા વધુ ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત થશે. એક રિપોર્ટ અનુસાર, આ બાબતોની જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું કે, આ રીત ઈન્કમટેક્સ કલેક્શન વધારવા સરકારના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણાંમંત્રાલય પણ વિશેષ ફોકસ છે. આ માટે નાણાં મંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમણને સોંપવામાં આવી છે. આ કાર્યકાળમાં સરકારની યોજના ટેક્સ સિસ્ટમને વધારે પ્રોગ્રેસિવ બનાવવાની છે. આશા રાખવામાં આવી રહી છે કે, આગામી બજેટમાં સરકાર એને લઈને મોટું પગલું ભરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે, સામાન્ય માણસ જે ટેક્સ આપે છે, તેનાથી જ દેશનો વિકાસ થાય છે. આ માટે PM મોદી અનેક અવસરે ટેક્સ પેયર્સનો આભાર પણ માની ચૂક્યા છે.