Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > બે બાઈક વચ્ચે થઇ જોરદાર ટક્કર, ત્રણ પરિવારના દીવા ઓલવાઇ ગયા

બે બાઈક વચ્ચે થઇ જોરદાર ટક્કર, ત્રણ પરિવારના દીવા ઓલવાઇ ગયા

0
153

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે બે બાઈકો વચ્ચે ટક્કર થઇ ગઈ હતી. આ ગમખ્વાર અક્સ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા કુલ 3 યુવકોના મોત થયા છે. રાઠવા સમુદાયના મોતના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પાવીજેતપુર તાલુકાના સુસકાલ ગામે રાત્રીના સમયે બે બાઇક ચાલકો સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બૈડવી ગામના રાજેટ હટુ રાઠવા અને સુરખેડા ગામના મહેશ રાઠવાના ઘટનાસ્થળે મોત થયા હતા.

જણાવી દઈએ કે, હજુ એક યુવક સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. બૈજવી ગામના અનિલ રાઠવાની તબિયત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકની વડોદરા એસેસજી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

પોલીસે મૃતક યુવકોના પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિના અંધકારમાં આ અકસ્માત કેવી રીતે થયો તેનો ખુલાસો ઇજાગ્રસ્ત અનિલ રાઠવા કરી શકે છે. જોકે, હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ત્રણ પરિવારો પોતાના દિકરાઓ ગુમાવી ચૂક્યા છે.