Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM નરેન્દ્રભાઈ દ્વારા ઈ-લોકાર્પિત થયેલા ત્રણેય પ્રકલ્પો ઐતિહાસિક : CR Patil

PM નરેન્દ્રભાઈ દ્વારા ઈ-લોકાર્પિત થયેલા ત્રણેય પ્રકલ્પો ઐતિહાસિક : CR Patil

0
76
  • ગિરનારમાં હવે રોપવે કાર્યરત થવાથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે : પાટીલ  Patil-Modi-Projects
  • કોંગ્રેસે ગુજરાતના મહત્વકાંક્ષી યોજનાઓ આડે રોડા નાખી ગુજરાતના વિકાસને અટકાવવાનું પાપ કર્યું હતું : ભાજપ Patil-Modi-Projects

અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ‘કિસાન સૂર્યોદય યોજના’, યુ.એન.મહેતા હોસ્પિટલને સંલગ્ન દેશની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલ, અને વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેના ઇ-લોકાર્પણને આવકારતા જણાવ્યું હતું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ-લોકાર્પિત થયેલા ત્રણેય પ્રકલ્પો ઐતિહાસિક છે, ખેડૂતોનું સન્માન અને ગુજરાતવાસીઓની પ્રતિષ્ઠા વધારતા પ્રકલ્પો છે.

કોંગ્રેસે ગુજરાતની એક-એક યોજના અટકાવી, મોદીએ દરેકને મંજૂરી આપી Patil-Modi-Projects

પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના, ગિરનાર પ્રોજેક્ટ સહિતની મહત્વકાંક્ષી યોજનાઓ આડે રોડા નાખી ગુજરાતના વિકાસને અટકાવવાનું પાપ કર્યું હતું. પરંતુ નરેન્દ્રભાઈ જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતના વિકાસ માટે એક પછી એક વિવિધ યોજનાઓને મંજૂરી આપી રહ્યા છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવું છું.

કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ યોજના Patil-Modi-Projects

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર એ ખેડૂતોની સરકાર છે, ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સિદ્ધ થશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. જગતના તાત એવા રાજ્યના ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી રાતના ઉજાગરા બંધ થશે, કડકડતી ઠંડી અને વરસાદમાં રાતે પડતી મુશ્કેલીઓનો અંત આવશે, ખેડૂત હવે દિવસે કામ અને રાત્રે આરામ કરશે.

સૌર ઊર્જાથી એક હજારથી વધુ ખેડૂતોને લાભ થશે Patil-Modi-Projects

સૌર ઊર્જાથી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે. આજરોજથી જ ગીર સોમનાથ, જૂનાગઢ અને દાહોદ જિલ્લાના એક હજારથી વધુ ગામડાઓના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને આગામી ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યના ગામડાઓને આ યોજનામાં આવરી લેવામાં આવનાર છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ખેડૂતહિતનો વધુ એક ઐતિહાસિક નિર્ણય કરવા બદલ અભિનંદન પાઠવું છું. Patil-Modi-Projects

દેશની સૌથી મોટી હૃદયરોગની હોસ્પિટલ-એશિયાનો સૌથી મોટો રોપવે ગુજરાતમાં

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી હૃદયરોગની હોસ્પિટલ અને એશિયાનો સૌથી મોટો ગિરનાર ટેમ્પલ રોપવે હવે ગુજરાતમાં છે, આ દરેક ગુજરાતી માટે ગૌરવ લેવાની બાબત છે. આગામી સમયમાં ચોક્કસપણે હૃદયરોગની આ સૌથી મોટી હોસ્પિટલમાં રાજ્યની જનતાને અદ્યતન સારવાર મળી રહેશે, આ હોસ્પિટલ રાજ્યની આરોગ્ય સેવામાં મોટું બળ પૂરું પાડશે તેમજ ગિરનારમાં હવે રોપવે કાર્યરત થવાથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે, સહેલાણીઓની સંખ્યા વધશે.