Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અમદાવાદ: ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આમેના ખાતૂન હોસ્પિટલમાં દર્દીઓની દયનીય સ્થિતિ, સારવારના નામે માત્ર લૂંટફાટ

અમદાવાદ: ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આમેના ખાતૂન હોસ્પિટલમાં દર્દીઓની દયનીય સ્થિતિ, સારવારના નામે માત્ર લૂંટફાટ

0
7293

અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત આમેના ખાતૂન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. આમેના ખાતૂન હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર મળતી ના હોવાની અને દર્દીઓ પાસેથી મનફાવે તેમ પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

જુહાપુરાના સામાજિક કાર્યકર્તા શાહિદ શેખે ગુજરાત એક્સક્લૂઝિવ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “છેલ્લા ઘણા વર્ષોથી સરખેજ-જુહાપુરામાં આવેલી મોહંમદી ટ્રસ્ટ સંચાલિત આમેના ખાતૂન હોસ્પિટલને લગતા કેટલાક આક્ષેપો લોકો દ્વારા થયા છે પણ તંત્ર, સત્તા, મુસ્લિમ ટ્રસ્ટની કમી અને પાવરના લીધે હેલ્થ વિભાગ અને સરકાર વર્ષોથી ધ્યાન આપી રહી નથી. જેનો ફાયદો ટ્રસ્ટી અને બીજા ઘણા લોકો ઉઠાવી રહ્યા છે જેને કારણે મજબુર લોકો વધારે મજબુર થતા જાય છે. જેનો ફાયદો બેદરકાર-આળસુ-લૂંટેરા ટ્રસ્ટીઓ ઉઠાવે છે.”

સામાજિક કાર્યકર્તાએ વધુમાં જણાવ્યું છે કે, આમેના ખાતુન હોસ્પિટલમાં ગણ્યા ગાઠ્યા ડૉક્ટર સિવાય કોઈને પ્રેકટીકલ અનુભવ નથી. લોકોને સર્ટિફિકેટ કે પેપર ઉપર અનુભવની સાથે સાથે પ્રેકટીકલ અનુભવ પણ જોઈએ છે જેની અછત વર્તાય છે. આસપાસના રહીશો ઉપરાંત મુસ્લિમ સમાજનું હોસ્પિટલ હોવાથી દૂર દૂરથી આવનાર લોકો પણ દુઃખી થતા જોવા મળે છે.

પ્રાઇવેટ ટ્રસ્ટ કે તંત્રએ હોસ્પિટલને ફક્ત કમાણીનું સાધન બનાવી લીધું છે

ઇમરજન્સી કેસમાં પણ હોસ્પિટલની પ્રાથમિકતા પહેલા રૂપિયા અને પછી જ સારવાર શરુની નીતિથી કેટલાક ગરીબ લોકો સારવાર માટે આવે છે પણ હોસ્પિટલનો જવાબ સાંભળીને વિલા મોઢે પાછા ફરે છે. દર્દીઓએ આમેના ખાતૂનમાં એક વખત રૂપિયા ભરી દીધા પછી પણ અનેક હાલાકીઓ ભોગવવી પડે છે. મોબાઇલ ફોનમાં જ રચ્યા-પચ્યા રહેતા હોસ્પિટલ સ્ટાફ તરફથી કોઈ ચોક્કસ જવાબ મળતો નથી કે દર્દીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન અપાતું નથી. તેમજ બીજી પ્રવૃત્તિ અને બીજા કેસોમાં વ્યસ્ત રહેનાર તંત્રને ટાઈમથી ટાઈમ ડ્યૂટી પર આવવું અને જવું જ યાદ રહે છે પણ યોગ્ય ટાઈમે યોગ્ય ડ્યૂટીનું ભાન રહેતું નથી. ઓપરેશન પછી પણ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓએ બેદરકારી અને સાઈડ ઈફેક્ટના ભાગ રૂપે ઘણી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે જોઈને કે સાંભળીને પણ માનવતા મરી ગઈ હોય એવુ લાગે છે!

આમેના ખાતૂન હોસ્પિટલની તાનાશાહી સામે અનેક દર્દીઓ એક વખત હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા પછી બીજી વખત હોસ્પિટલના પગથિયા પણ ચઢતા નથી અને આ હોસ્પિટલમાં સારવાર કરાવવા કરતા એસવીપી હોસ્પિટલમાં સારવાર સસ્તી હોવાનું માને છે.

હોસ્પિટલમાં ટ્રસ્ટ જેવું કંઈ નથી!

કોઈ સ્ટાફ કે રિસેપ્શન તરફથી યોગ્ય માર્ગદર્શન મળતું નથી. તદ્ઉપરાંત સ્ટાફના વર્તનમાં દેખાય જ છે કે જાણે ફક્ત એ લોકો જ છે જે સારવાર કરી શકે છે અને એમના સિવાય બીજો કોઈજ નથી. સાફ સાફ સંભળાવવામાં આવે છે કે રૂપિયા બાબતે કે બીજી સમસ્યાઓ દેખાય છે તો આ હોસ્પિટલમાં આવોજ છો કેમ? કોરોના વાયરસના કહેર વચ્ચે જો સરકાર ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સામે ધ્યાન આપે તો હોસ્પિટલોની સ્થિતિ સુધરી શકે તેમ છે અને દર્દીઓને સારામાં સારી સુવિધા મળી શકે છે.

ગુજરાતનાં માથેથી સંકટ ટળ્યું, વાવાઝોડું મહારાષ્ટ્રનાં અલીબાગ અને દમણ વચ્ચે ટકરાશેઃ હવામાન વિભાગ