- પૂર્વમાં દલિત, મુસ્લિમ અને OBC વર્ચસ્વવાળા વોર્ડમાં મતદાનનો ગ્રાફ ઉચકાયો Ahmedabad Civic Polls
અમદાવાદ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન સંપન્ન થઈ ગયુ છે. જો કે આ વખતે મતદારોની ઉદાસીનતાના કારણે સરેરાશ મતદાન ઓછું નોધાયું છે. ચૂંટણી પહેલા ટિકિટ વહેંચણી મુદ્દે બન્ને પાર્ટીઓમાં આંતરિક અસંતોષ ચરમ પર હતો. જેની અસર મતદાનમાં પણ વર્તાઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પાટીદાર પ્રભાવિત 9 વોર્ડમાં મતદાન ઓછું નોંધાયુ છે. Ahmedabad Civic Polls
અમદાવાદમાં કોરોનાનો ખૌફ અને રાજકીય પાર્ટીઓમાં અંદરો અંદરની ખેંચતાણને પગલે સર્જાયેલી ઉદાસીનતાના કારણે મતદાન ઓછુ થવાની ધારણાં સાચી પડી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાટીદાર, ઓબીસી અને દલિત પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદાનનો ગ્રાફ નીચે ગયો છે. જ્યારે પૂર્વ વિસ્તારો, જ્યાં દલિત, લઘુમતિ અને ઓબીસી બહુમતીવાળા વોર્ડમાં મતદાનનો ગ્રાફ ઉંચકાયો છે.
આ પણ વાંચો: ભરી સભામાં ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો, કોંગ્રેસને મત આપવાની કરી અપીલ Ahmedabad Civic Polls
જો અમદાવાદના કોટ વિસ્તારની વાત કરીએ તો, ખાડિયામાં 47.87%, જમાલપુરમાં 41.83%, શાહપુરમાં 43.11%, દરિયાપુરમાં 48.55% મતદાન નોંધાયું છે. મુસ્લિમ અને દલિત બહુમતી ધરાવતા ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 51.26 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે નવરંગપુરા વોર્ડ કે જ્યાં જૈન, બ્રાહ્મણ અને પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, ત્યાં સૌથી ઓછુ 29.30 ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદ શહેરના પશ્ચિમ કરતાં પૂર્વ વિસ્તારના મતદારોએ મતદાનમાં ભારે ઉત્સાહ દાખવ્યો છે. Ahmedabad Civic Polls
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઓબીસી વર્ચસ્વ વાળા ચાંદલોડીયા, પાટીદાર પ્રભુત્વ ધરાવતા થલતેજ અને OBC બહુમતી વાળા બોડકદેવ, જોધપુર અને પાલડી સહિતના 7 વોર્ડમાં 40 ટકાથી ઓછુ મતદાન નોંધાયું છે. જો કોટ વિસ્તારની વાત કરીએ તો મુસ્લિમ મતદારોના વર્ચસ્વ ધરાવતા શાહપુર, ખાડિયા, જમાલપુર અને દરિયાપુર જેવા વોર્ડમાં મતદાનમાં વધારો નોંધાયો છે.