મુંબઇ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ થિયેટરમાં રિલીઝ થઇ ગઇ છે. 4 વર્ષના લાંબા સમય બાદ શાહરૂખ ખાન ફિલ્મી પરદા પર પરત ફર્યો છે. 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણ થિયેટરમાં રિલીઝ થઇ ગઇ છે અને ક્રિટિક્સે પણ તેને સારો રિસ્પોન્સ આપ્યો છે. બોલિવૂડ ક્રિટિક્સ તરણ આદર્શે આ ફિલ્મને સાડા ચાર રેટિંગ આપ્યા છે. બીજી તરફ ઇન્દોરમાં શો રોકવા માટે હિન્દૂ સંગઠનના કાર્યકર્તા પહોચી ગયા હતા.
Advertisement
Advertisement
દેશને બચાવવા માટે નીકળ્યો પઠાણ
પઠાણમાં શાહરૂખ ખાન RAW એજન્ટ બન્યો છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સામે લડતો જોવા મળે છે. શાહરૂખ ખાન ફિલ્મમાં અત્યાર સુધી અલગ અને અનોખા અવતારમાં જોવા મળી રહ્યો છે. તે ફુલ એક્શન મોડમાં છે. શાહરૂખ ખાને પોતાની બૉડી પર ઘણી મહેનત કરી છે. દીપિકા સાથે શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી જોવા લાયક છે. જૉન અબ્રાહમ પણ ફિલ્મમાં લીડ રોલમાં છે.
ઇન્દોરમાં થિયેટરની બહાર પઠાણ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના રિલીઝ થયા બાદ ફેન્સ વચ્ચે ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ ઇન્દોરમાં થિયેટરમાં હિન્દૂ સંગઠનોનું પ્રદર્શન શરૂ થઇ ગયુ છે. થિયેટરની બહાર વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તા હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે. હિન્દૂ સંગઠનના કાર્યકર્તા હાથમાં ડંડા લઇને શો રોકાવા માટે પહોચ્યા છે.
#Xclusiv: ‘PATHAAN’ AT RECORD 100+ COUNTRIES, 2500+ SCREENS *OVERSEAS*… #Pathaan hits a century… Will be released in 100+ countries, the HIGHEST for any #Indian film ever… Total screen count: 2500+ [#Overseas]… A heartening sign for theatrical biz, especially post pandemic. pic.twitter.com/LFzzpYYKlI
— taran adarsh (@taran_adarsh) January 24, 2023
લોકોને પસંદ આવી રહી છે પઠાણ
પઠાણ ફેન્સની આશા પર યોગ્ય ઉતરી છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારા પઠાણની પ્રશંસા કરતા થાકતા નથી. શાહરૂખ ખાને પઠાણથી ફેન્સના દિલ જીતવાની સાથે બૉક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે. એક ફિલ્મ પ્રોડ્યૂસરે પઠાણને આઉટસ્ટેન્ડિંગ ગણાવી છે, તેમણે ફિલ્મને 4.5 સ્ટાર્સ આપ્યા છે. ફિલ્મ રિવ્યૂ કરતા તેમણે પઠાણની પ્રશંસામાં લખ્યુ- પઠાણ એક મજબૂત વાર્તા સાથે હાઇ વોલ્ટેજ એક્શન ડ્રામા છે. ફિલ્મમાં સારી રીતે કહાની બતાવવામાં આવી છે. શાહરૂખ ખાનની પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ છે. જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ સારા છે. ફિલ્મમાં કેટલાક સરપ્રાઇઝ અને ટ્વિસ્ટ છે.
Advertisement