Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ‘PM મોદીના વડનગરમાં પણ લોકો રોજ મરે છે, જે દાખલ થયો એ મર્યો’- BJP સાંસદનો ઓડિયો વાયરલ

‘PM મોદીના વડનગરમાં પણ લોકો રોજ મરે છે, જે દાખલ થયો એ મર્યો’- BJP સાંસદનો ઓડિયો વાયરલ

0
94

ગાંધીનગર: કોરોનાકાળમાં સરકાર આંકડાની માયાજાળ કરીને પણ વાસ્તવિકતા છુપાવી શકતી નથી. જે હોસ્પિટલમાં બેડ માટે, ઑક્સિજન માટે, જરૂરી ઇન્જેકશનો માટે અને સ્મશાન આગળ ઊભી થયેલી લાઈનો દ્વારા સાબિત થાય છે. આ મુદ્દે આજે એક મોબાઈલ ફોનનો સંવાદનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં પાટણના સાંસદ ભરતભાઈ ડાભી અને ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ આપતા વ્યક્તિ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. જેમાં ભાજપ કાર્યકર્તા સાંસદને ઑક્સિજનની કમીથી થતા મોત મામલે કાર્યવાહી કરવા ટકોર કરી રહ્યો છે.  BJP MP Audio Clip

આ વાયરલ થયેલા ઑડિયોમાં સાંભળી શકાય છે કે, સાંતલપુર તાલુકાના ભાજપ કાર્યકર્તા નાનજીભાઈ સાંસદ ભરત ડાભીને ફોન પર કહી રહ્યાં છે કે,

“સાહેબ સાંતલપુરની દશા બેઠી છે. જેના જવાબમાં સાંસદ કહે છે કે,સાંતલપુરની શું વાત કરો છો, આખા રાજ્યની દશા બેઠી છે. નાનજીભાઈએ સાંસદ ભરત ડાભીને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સંબોધન કરવાનું જણાવતા કહી રહ્યાં છે કે, વસ્તી કાર્યકરોને પૂછે છે કે કેમ આવતા નથી?

તો સાંસદ જવાબ આપે છે કે, કોંગ્રેસવાળાને જે બોલવું હોય તે છૂટ છે. કોઈનાથી કંઈ થાય એમ નથી. મુખ્યમંત્રી પણ ક્યાં ઑક્સિજન વેચી શકે છે. વડાપ્રધાનના ગામ વડનગરમાં પણ લોકો રોજ મરી રહ્યાં છે. જે દાખલ થયો નથી કે મર્યો નથી.

આ પણ વાંચો: દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનની કમીથી ડૉક્ટર સહિત 8 દર્દીઓના મોત BJP MP Audio Clip

જે બાદ કાર્યકર કહે છે કે, સાહેબ તમે આવો તો ખબર પડે, જેના પ્રત્યુતરમાં સાંસદ કહે છે કે, મને કોરોના થઈ ગયો હતો. કેમ આવું? સોશિયલ મીડિયામાં બધુ આવે છે, પણ તમે જોતા નથી.

ભાજપના કાર્યકરે જ્યારે ગ્રાન્ટની માંગળી રહી, ત્યારે સાંસદે જવાબમાં જણાવ્યું કે, ભાજપે બધી ગ્રાન્ટ બંધ કરી દીધી છે. શું તમને ખબર નથી? ”

આ વાયરલ ટેલિફોનિક ઑડિયો મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, હવે સરકારની નિષ્ફળતા કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર જ નથી. ભાજપના સાંસદ પોતે જ સ્વીકારે છે કે, મુખ્યમંત્રી રૂપાણી પણ ઑક્સિજન પૂરો પાડી શકે તેમ નથી અને ભાજપ સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી છે. BJP MP Audio Clip

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat