Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ આવતી ટ્રેનોમાં કોરોના બન્યો ‘હમસફર’! 27 દિવસમાં 567 પેસેન્જર પોઝિટિવ

અમદાવાદ આવતી ટ્રેનોમાં કોરોના બન્યો ‘હમસફર’! 27 દિવસમાં 567 પેસેન્જર પોઝિટિવ

0
95

Passengers Tested Corona Positive: અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે. અનલૉક (India Unlock)માં આર્થિક ગતિવિધિઓ શરૂ થતાં જ લોકો પોતાના કામ-ધંધે પરત ફરવા લાગ્યાં છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરો કોરોનાના સુપર સ્પ્રેડર (Corona Super Spreder) બની રહ્યાં છે.

શરૂઆતમાં ગુજરાતના અમદાવાદમાં જ કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. હાલ અમદાવાદમાં જ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ છે. આટલું જ નહીં, રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચાલુ થવાની સાથે જ અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતા પેસેન્જરો કોરોના પોઝિટિવ (Passengers Tested Corona Positive) આવતા સ્થિતિ વધારે વણસી છે.

આ સ્થિતિને જોતા જ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન પર હરકતમાં આવ્યું છે. AMC દ્વારા રેલવે સ્ટેશન પર ઉતરતા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ (Passengers Corona Test) કરવામાં આવી રહ્યાં છે.

7 સપ્ટેમ્બરથી શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર AMC દ્વારા કોરોના ટેસ્ટિંગની (Corona Testing) કામગીરી શરૂ કરાઈ છે. હાલ અમદાવાદમાં દરરોજ 3 ટ્રેનો આવે છે, જેમાંથી ઉતરતા તમામ પેસેન્જરોનું ફરજિયાત રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.

7 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીના આંકડા જોઈએ તો, છેલ્લા 27 દિવસમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનોમાંથી કુલ 567 પેસેન્જરો કોરોના પોઝિટિવ (Passengers Tested Corona Positive) મળી આવ્યાં છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી રાજધાની એક્સપ્રેસ, મુઝફ્ફરપુર એક્સપ્રેસ, ગોરખપુર અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા 42 હજારથી વધુ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 567 મુસાફરો સંક્રમિત મળી આવ્યાં છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, CM અને DGPને રાજ્યપાલનું તેડુ

રેલવે સ્ટેશનથી મળી આવેલા પોઝિટિવ દર્દીઓને (Passengers Tested Corona Positive) સાબરમતી રેલવે સ્ટેશનના કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાય છે. જો તેમની તબીયત નાજુક જણાય તો તેમને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ સિવાય હળવા લક્ષણો ધરાવતા મુસાફરોને હોમ ક્વોરન્ટાઈન કરાય છે. જ્યાં તેમના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવે છે.

અત્યાર સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી સૌથી વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યાં છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને સેનેટાઈઝેશન સહિત તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1302 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 9 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અમદાવાદ જિલ્લામાં એક દિવસમાં નવા 191 કેસ સામે આવી ચૂક્યાં છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 37624 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1826 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

.