Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સંક્રમિતોની સારવાર માટે ખાનગી હોસ્પિટલોએ ચલાવી ઉઘાડી લૂંટ!

કોરોના સંક્રમિતોની સારવાર માટે ખાનગી હોસ્પિટલોએ ચલાવી ઉઘાડી લૂંટ!

0
64
  • કોરોના પર બનેલી સંસદીય સમિતિએ ખાનગી હોસ્પિટલોની ખોલી પોલ

નવી દિલ્હી: એક સંસદીય સમિતિએ શનિવારે કહ્યું કે, કોરોનાના વધતા જતાં કેસો (Corona Cases) વચ્ચે સરકારી હોસ્પિટલોમાં બેડની કમી અને આ મહામારીની (Corona Pandemic) સારવાર માટે ખાસ ગાઈડલાઈન્સના અભાવમાં ખાનગી હોસ્પિટલોએ (Private Hospitals) રીતસરની લૂંટ ચલાવી છે.

સ્વાસ્થ્ય સબંધી સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે રાજ્યસભાના ઉપાધ્યક્ષ એમ વેંકૈયા નાયડૂને કોરોના મહામારીના (Corona Pandemic) પ્રકોપ અને તેના મેનેજમેન્ટનો રિપોર્ટ સોંપ્યો છે.

સરકાર દ્વારા કોરોના મહામારીનો (Corona Pandemic) સામનો કરવા સંદર્ભે આ કોઈ પણ સંસદીય સમિતિનો પ્રથમ રિપોર્ટ છે. આ સમિતિનું કહેવું છે કે, 1.3 અબજની વસ્તી ધરાવતા દેશમાં સ્વાસ્થ્ય પાછળ ખર્ચ ઘણો જ ઓછો છે અને ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે મહામારીનો અસરકારક રીતે સામનો કરવામાં એક મોટી અડચણ આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આથી જ સમિતિ સરકારને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં રોકાણ વધારવા માટે આગ્રહ કરે છે.

આ પણ વાંચો: સલમાન ખાનની કો-સ્ટારે ગુજરાતના મૌલવી સાથે કર્યા નિકાહ, જુઓ VIDEO 

સમિતિએ સરકારને કહ્યું કે, બે વર્ષની અંદર GDPના 2.5 ટકા સુધીનો ખર્ચ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરે, કારણ કે વર્ષ 2025નો નક્કી કરેલ સમય હજુ પણ દૂર છે અને તે સમય સુધી જાહેર સ્વાસ્થ્યને હળવાશથી ના લઈ શકાય.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017માં 2025 સુધી GDPના 2.5 ટકા સ્વાસ્થ્ય સેવા પર સરકારી ખર્ચો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે 2017માં 1.5 ટકા જ હતો.

સમિતિએ ભાર મૂક્યો કે, સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓની કમી અને મહામારીને (Corona Pandemic) ધ્યાનમાં રાખીને સરકારી અને ખાનગી હોસ્પિટલો (Private Hospitals) વચ્ચે સમન્વયની જરૂરિયાત છે. સમિતિએ કહ્યું કે, જે ડૉક્ટરોએ મહામારી વિરુદ્ધ લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમને શહીદ તરીકે માન્યતા આપવી જોઈએ અને તેમના પરિવારને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. (Image Caption: ફાઈલ ફોટો)