Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવનાર બિલને સંસદે આપી મંજૂરી

ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવનાર બિલને સંસદે આપી મંજૂરી

0
170

યુવાઓ અને બાળકોને ઈ-સિગરેટના ખતરાથી બચાવવા માટે તેને પ્રતિબંધિત કરનાર બિલને સંસદમાં મંજૂરી મળી ગઇ છે.

રાજ્યસભાએ ઈલેક્ટ્રોનિક સિગરેટ (ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ અને જાહેરાત) નિષેધ બિલ, 2019ને ચર્ચા પછી પસાર કરી દેવામાં આવ્યો છે.

લોકસભા આને પાછલા અઠવાડિયે જ પસાર કરી ચૂકી છે

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધને ઉપલા ગૃહમાં 28 નવેમ્બરે રજૂ કરેલ બિલ પર થયેલ ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, દુનિયાની બધી જ મોટી તંબાકુ કંપનીઓએ ભારતમાં ઈ-સિગરેટ ઉત્પાદન શરૂ કરીને યુવાઓને ટાર્ગેટ કરવાની તૈયારી કરી લીધી છે. આને જોતા સરકારે વટહુકમ દ્વારા ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ચર્ચા દરમિયાન વિભિન્ન સભ્યોની શંકાઓનો જવાબ આપતા ડો. હર્ષવર્ધને કહ્યું કે, ઈ-સિગરેટ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે, તે વાતના પર્યાપ્ત પુરાવાઓ છે અને આવનાર સમયમાં ઈ-સિગરેટ ગંભીર સમસ્યા બની શકે છે, તેથી સરકાર તેની ગંભીરતાને જોતા સરકાર હાથ પર હાથ રાખીને બેસી શકે નહીં.

તેમના જવાબથી લોકસભામાં બિલને બધાના એકમતથી પસાર કરી દેવામાં આવ્યો.

ભ્રષ્ટાચારને રોકવા બનેલ લોકપાલ ઓફિસનું મહિનાનું ભાડુ 50 લાખ રૂપિયા, નિરાકરણ 0%