Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: વારંવાર પૈસાની માંગણ કરી ત્રાસ આપનાર સાસરિયા સામે ફરિયાદ

અમદાવાદ: વારંવાર પૈસાની માંગણ કરી ત્રાસ આપનાર સાસરિયા સામે ફરિયાદ

0
11

અમદાવાદ શહેરમાં રહેતી એક પરણિતાએ સાસરિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું કે સાસરિયાઓએ પિતા પાસેથી 18 લાખ લાવવાની માંગ કરી હતી અને જો નહીં લાવે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી હતી. તેનો પતિ પર દારૂ પીને મારઝૂડ કરતો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુલેખાબેન (નામ બદલ્યું છે)ના લગ્ન 22 વર્ષ પહેલાં સુનિલભાઈ ( નામ બદલ્યું છે) સાથે સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. લગ્નના ઘણા મહિનાઓ સુધી સાસરિયાઓ પરણિતાને સારી રીતે રાખી હતી. જો કે, થોડા જ સમયમાં સુલેખાબેન પર સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. સુલેખાબેનના સસરા વારંવાર દહેજને લઈ ટોળોં મારતા હતા અને અપશબ્દો પણ બોલતા હતા. પતિ તેના પિતાનું પક્ષ લઈ તેની પત્નીને ઢોર મારતો હતો. જો કે, ઘરમાં વધારે ઝગડાઓ થતા સુલેખાબેન તેના પિતા પાસેથી પૈસા લઈને આવી હતી. તે પૈસા તેનો પતિ વાપરી ગયો હતો.

સુલેખાબેન જયારે ગર્ભવતી હતી ત્યારે આખા ઘરનું કામ તેની પાસે કરાવવામાં આવતું હતું. ત્યાર બાદ તેણે દીકરીને જન્મ આપતા પતિ અને સાસરિયાઓનો ત્રાસ ખૂબજ વધી ગયો હતો. જેઠ જેઠાણી અને દિયર દેરાણી પણ સુલેખાબેનને બાપના ઘરેથી દાગીના કે રૂપિયા લાવી નથી આને ઘરમાંથી કાઢી મુકવી જોઈએ એમ કહીને પતિને ચઢામણી કરતાં હતાં. જેથી પતિ તેમની વાતોમાં આવીને મારઝૂડ કરતો હતો. સુલેખાબેન સમય જતાં દીકરો અવતર્યો હતો. જેથી આ બંને બાળકોની દવાઓ અને ભરણપોષણનો ખર્ચો તેઓ નોકરી કરીને પુરો કરતાં હતાં. તે ઉપરાંત પિતા પાસેથી પણ જરૂર પડ્યે વધુ પૈસા મંગાવતા હતાં.

આ અંગે સુલેખાબેને તેના પિતાને સાસરિયાઓ તરફથી મળતા ત્રાસની વાત કરી ત્યારે પિતાએ અમદાવાદ આવીને સવા બે લાખ રૂપિયા આપેલા અને ફરીવાર આવું વર્તન નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ આ પૈસા પણ સસરા અને પતિએ વાપરી નાંખ્યા હતાં. આ ઉપરાંત હાલ જે ઘરમાં રહે છે તે ઘર પણ લઈ આપ્યું હતું. તેમણે ઘરનું ફર્નિચર પણ કરાવી આપ્યું હતું.

પતિ દારુના નશામાં ચકચૂર ઘરે આવતો હતો નશાની હાલતમાં તેની પત્નિને ઢોર માર મારતો હતો. છેવટે સાસરિયા અને તેના પતિથી કંટાળેલી પરિણિતાએ આ અંગે એરપોર્ટ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે પતિ સહિત સાસરીપક્ષના સાત લોકો વિરૂદ્ધ દહેજની માંગ અને માનસિક તથા શારીરિક ત્રાસની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat