Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બાગાયત વિકાસ મિશન પોતાના મિત્રોને માલામાલ કરવાનું કાવતરૂં, ધાનાણીનો CM પર આક્ષેપ

બાગાયત વિકાસ મિશન પોતાના મિત્રોને માલામાલ કરવાનું કાવતરૂં, ધાનાણીનો CM પર આક્ષેપ

0
192
  • ભૂતકાળમાં સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિત 1,000 કરોડ ચો.મી. કરતાં વધુ જમીનો પોતાના મિત્રોને રૂ. 1ના ટોકનદરે ધરી દીધી Paresh Dhanani CM Rupani

  • પડતરની જમીનો માત્ર રૂા. 500 પ્રતિ એકરના ભાવે 30 વર્ષના લાંબા ભાડાપટ્ટે લીઝ ઉપર આપવાનું ષડયંત્ર: કોંગ્રેસ

ગાંધીનગર: ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના લક્ષ્યાંકને આંબી જવાના હેતુથી ગુજરાત સરકારે પડતર જમીન ખેતી લાયક બનાવી ખેડૂતોને 30 વર્ષના ભાડા પટ્ટે આપવાનું નક્કી કર્યુ છે. રાજ્ય સરકારના આ નિર્ણય પર કોંગ્રેસના પ્રહાર ચાલુ છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી બાદ વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર પર મોટા આક્ષેપો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બાગાયત વિકાસ મિશનના નામે પોતાના મિત્રોને માલામાલ કરવાની યોજનાનો આરંભ થયો હોવાનું જણાવીને પરેશ ધાનાણીએ રાજ્‍ય સરકારના આવા નિર્ણયની આકરી ટીકા કરી છે. Paresh Dhanani CM Rupani

ધાનાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 54 લાખ કરતાં વધારે ખેડૂતો અને 68 લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્‍યમાં આજે ખેત ઉત્‍પાદન મોંઘું થતું જાય છે, પોષણક્ષમ ભાવનો અભાવ છે, વિજળી-સિંચાઈના મોંઘા દર, મોંઘા ખાતર-બિયારણ-ઓજારના કારણે ગુજરાતનો ખેડૂત અને ખેતમજદૂર હવે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતોને બે ગુંઠા જમીન જોઈતી હોય તો સરકાર નનૈયો ભણે છે. ખેતમજદૂરોને સાંથણીની જમીન આપવાની વ્‍યવસ્‍થા જે વર્ષોથી ચાલતી હતી તેને સદંતર બંધ કરી દેવામાં આવી છે. નાના માણસને છાપરું બનાવવા માટે 100 ચો.વારનો મફત પ્‍લોટ જોઈતો હોય તો ભાજપ સરકાર નનૈયો ભણે છે. બીજીબાજુ મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશનના નામે મુખ્‍યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજનાનો ગુજરાતમાં શરૂ કરી છે. Paresh Dhanani CM Rupani

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિત 1,000 કરોડ ચો.મી. કરતાં વધુ જમીનો ભૂતકાળમાં પોતાના મિત્રોને રૂ. 1ના ટોકનદરે ધરી દીધી હતી. હવે જમીન વેચવાની બાકી નથી રહી. ખેડૂતોને ખેતરમાં પાણી નથી મળતું ત્‍યારે ઉદ્યોગોમાં સરકાર જોઈએ તેટલું પાણી ઉપલબ્‍ધ કરાવે છે. ખેડૂતોને ખેતરમાં વિજળી મળતી નથી, ત્‍યારે ઉદ્યોગપતિઓના કારખાના 24 કલાક ધમધમે એવી વ્‍યવસ્‍થા ભાજપ સરકાર કરે છે. આજે નાના ખેડૂતોને પરસેવો પાડવો છે પરંતુ તેની પાસે જમીન પર્યાપ્‍ત નથી, કે તેની પાસે જમીન ખેડવાના અધિકાર નથી. Paresh Dhanani CM Rupani

આ પણ વાંચો: AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?

તેમણે જણાવ્યું કે હવે ભાજપ સરકાર ગુજરાતની રાજકીય સંપત્તિ, ગુજરાતની પ્રજાની સંપત્તિ સમાન 50,000 હેક્‍ટર જેટલી સરકારી ખરાબા અને પડતરની જમીનો માત્ર રૂા. 500 પ્રતિ એકરના ભાવે 30 વર્ષના લાંબા ભાડાપટ્ટે લીઝ ઉપર આપવાનું ષડયંત્ર કર્યું છે. આ યોજના અંતર્ગત ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્‍યક્‍તિઓ, સંસ્‍થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફળવાશે. આ મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન માત્ર ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર છે. Paresh Dhanani CM Rupani

વિરોધપક્ષના નેતાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં કૃષિ ક્રાંતિને નવી દિશા આપવી જ હોય તો ખેડૂત-ખેતમજદૂરોને સરકારે જમીન આપવી જોઈએ. લાખો પરિવાર કે જે છાપરા વિહોણા છે. તેમની 100 ચો.વારના પ્‍લોટની માંગણીઓ મંજૂર કરવી જોઈએ. ખેડૂતોને પાણી માટે થઈને બે ગુંઠા જમીન આપતા સરકારને આલ આવે છે અને બીજીબાજુ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને 50,000 હેક્‍ટર જમીન પાણીના ભાવે લુંટાવવાનું ષડયંત્ર રચ્‍યું છે ત્‍યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો-ખેતમજદૂરો-ગરીબ-ગામડા હવે આ લડાઈને આગળ ધપાવશે. Paresh Dhanani CM Rupani

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9