Gujarat Exclusive > દેશ-વિદેશ > શરદ પવારના દાવાની ખુલી પોલ! 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખે ચાર્ટડ પ્લેનમાં કરી હતી મુસાફરી

શરદ પવારના દાવાની ખુલી પોલ! 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખે ચાર્ટડ પ્લેનમાં કરી હતી મુસાફરી

0
195

મુંબઈ: પોલીસ કર્મચારીઓ પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરાવાના આરોપનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. સોમવારે શરદ પવારે (Sharad Pawar) પત્રકાર પરિષદ સંબોધીને અનિલ દેશમુખનો બચાવ કરતા કહ્યું હતું કે, તેઓ કોરોના સંક્રમિત હોવાના કારણે ફેબ્રુઆરીમાં મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ હતા. જો કે હવે આ મામલે આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. કેટલાક એવા ડૉક્યુમેન્ટ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં જણાવ્યા મુજબ અનિલ દેશમુખે ફેબ્રુઆરીમાં જ ચાર્ટડ ફ્લાઈટલમાં મુસાફરી કરી હતી. Parambir Singh letter bomb

જ્યારે શરદ પવારે (Sharad Pawar) જણાવ્યું હતું કે, અનિલ દેશમુખ (Anil Deshmukh) 5 થી 15 ફેબ્રુઆરી સુધી કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. 15 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 27 ફેબ્રુઆરી સુધી હોમ આઈસોલેશનમાં રહ્યાં હતા.

જેના થોડા સમય પછી જ દેશમુખના (Anil Deshmukh) નામ પર એક પ્રાઈવેટ ફ્લાઈટની એરલાઈન ટિકિટ શેર થવા લાગી. આ ટિકિટ 15 ફેબ્રુઆરીની છે અને તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ દિવસે દેશમુખે નાગપુરથી મુંબઈ સુધી ચાર્ટડ પ્લેનમાં મુસાફરી કરી હતી. Parambir Singh letter bomb

આ પણ વાંચો: અમેરિકા: કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 10ના મોત Parambir Singh letter bomb

શું છે સમગ્ર વિવાદ?
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહના લેટરબૉમ્બ બાદ સતત અનિલ દેશમુખના (Anil Deshmukh) રાજીનામાંની માંગ થઈ રહી છે. આ દરમિયાન NCP સુપ્રીમો શરદ પવારે (Sharad Pawar) એક પત્રકાર પરિષદ સંબોધીને દાવો કર્યો હતો કે, પરમવીર સિંહે આરોપમાં જે તારીખોનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. Parambir Singh letter bomb

શરદ પવારના (Sharad Pawar) આ દાવા બાદ તરત જ ભાજપે અનિલ દેશમુખનો (Anil Deshmukh) એક વીડિયો શેર કર્યો. જેમાં અનિલ દેશમુખે 15 ફેબ્રુઆરીએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કર્યો હતો. જેમાં દેશમુખ પત્રકારો સાથે વાત કરી રહ્યાં છે. ભાજપે સવાલ ઉઠાવ્યા કે, જો દેશમુખ હોસ્પિટલમાં હતા, તો પત્રકાર પરિષદ કેવી રીતે સંબોધી રહ્યાં હતા?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat