Gujarat Exclusive > દેશ-વિદેશ > સાંસદ ડેલકર સુસાઈડ કેસમાં ભાજપ નેતાઓને ફસાવવા માંગતા હતા દેશમુખ: પરમવીર સિંહ

સાંસદ ડેલકર સુસાઈડ કેસમાં ભાજપ નેતાઓને ફસાવવા માંગતા હતા દેશમુખ: પરમવીર સિંહ

0
110

મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ દ્વારા દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે દેશમુખ પર સનસનીખેજ આરોપ લગાવનારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પરમવીર સિંહે આરોપ લગાવ્યો છે કે, અનિલ દેશમુખ મારા થકી દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર સુસાઈડ કેસમાં ભાજપના નેતાઓને ફસાવવા માંગતા હતા. તેમણે પોતાની અરજીમાં દેશમુખ પર આરોપોની CBI તપાસ કરાવવાની માંગ કરી છે. Mohan Delkar Suicide Case

પરમવીર સિંહે પોતાની ટ્રાન્સફરને પણ પડકાર ફેંક્યો છે. પરમવીર સિંહે સોમવારે હોમગાર્ડના DG તરીકે પદ સંભાળ્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં પણ આ મામલો ખૂબ જ હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. આ દરમિયાન એક તરફ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ શિવસેના, NCP અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. બીજી તરફ મુંબઈ પોલીસના નવા કમિશનર હેમંત નાગરાલેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી.

આ પણ વાંચો:  શરદ પવારના દાવાની ખુલી પોલ! 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખે ચાર્ટડ પ્લેનમાં કરી હતી મુસાફરી Mohan Delkar Suicide Case

પરમવીર સિંહનો આરોપ છે કે, દેશમુખે ફેબ્રુઆરીમાં પોતાના સરકારી આવાસ પર સચિન વાઝે અને ACP સંજય પાટીલ સાથે બેઠક કરી હતી. જેમાં દેશમુખે દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી તરફ NCP સુપ્રીમો શરદ પવારે દેશમુખના બચાવમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ફેબ્રુઆરીના અંત સુધી તેઓ હોમ આઈસોલેશનમાં રહ્યા હતા.

બીજી તરફ ભાજપે 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખની પત્રકાર પરિષદનો એક વીડિયો શેર કરીને શરદ પવારના દાવાની પોલ ખોલી નાંખી છે. આ સિવાય આજે 15 ફેબ્રુઆરીએ અનિલ દેશમુખ હોમ ક્વોરન્ટાઈનમાં નહતા, પરંતુ ચાર્ટડ પ્લેનમાં મુંબઈ ગયા હોવાની ટિકિટ વાયરલ થઈ રહી છે. ભાજપ અનિલ દેશમુખના રાજીનામાની માંગ પર મક્કમ છે, જ્યારે એનસીપી અને શિવસેના દેશમુખના બચાવમાં છે. Mohan Delkar Suicide Case

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat