Gujarat Exclusive > રાજનીતિ > પંકજા મુંડેએ ટ્વીટર પ્રોફાઈલથી હટાવ્યું BJP, મોટો નિર્ણય લેવાના આપ્યા સંકેત

પંકજા મુંડેએ ટ્વીટર પ્રોફાઈલથી હટાવ્યું BJP, મોટો નિર્ણય લેવાના આપ્યા સંકેત

0
678

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપ નેતા પંકજા મુંડેએ આગામી મહિને પાર્ટી સમર્થકોની બેઠક બોલીવીને ફેસબુક પોસ્ટ મારફતે શક્તિ પ્રદર્શનના સંકેત આપ્યા છે. પંકજાએ પોતાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી 12 ડિસેમ્બરે સમર્થકોની બેઠક બોલાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, આગામી 8 થી 10 દિવસમાં તે કોઈ મોટો નિર્ણય કરશે. આ ઉપરાંત પંકજા મુંડેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ ભાજપ શબ્દ દૂર કર્યો છે. અગાઉ તેણે પોતાની પ્રોફાઈલનું યુઝર નેમ પંકજા મુંડે ભાજપ હતું, પરંતુ હવે ટ્વીટર એકાઉન્ટ પર માત્ર @Pankajamunde જ લખ્યું છે. આ પગલું પંકજા મુંડેના ભાવિ અંગેના મોટા નિર્ણયનું સંકેત માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, પંકજાએ મરાઠીમાં લખેલી ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બદલાતી જતી રાજનીતિક પરિદ્રશ્યને જોતા વિચારવા અને નિર્ણય લેવાની આવશ્યક્તા છે કે આગળ શું કરવું જોઈએ. મારે મારી જાત સાથે વાત કરવા માટે 8 થી 10 દિવસની આવશ્યક્તા છે. હાલ રાજનીતિક પરિવર્તનોમાં ભાવિ અંગે નિર્ણય લેવો જરૂરી બન્યો છે.

શિવસેનામાં સામેલ થવાની અટકળો
પંકજા મુંડેને લઈને અટકળો તેજ છે કે, તે ભાજપ છોડીને શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો કે શિવસેના સુત્રો અનુસાર, પંકજા શિવસેનામાં સામેલ થવા માંગે છે કે કેમ? તે નિર્ણય તેણે જાતે જ કરવાનો છે. શિવસેના સુત્રો અનુસાર, માતોશ્રીના દરવાજા તમામ માટે ખુલ્લા છે અને શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પંકજા મુંડેને પોતની બહેન માને છે.

શિવસેના સુત્રો પ્રમાણે, અગાઉ પંકજા મુંડેના સ્વર્ગસ્થા પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગોપીનાથ મુંડે પણ ભાજપ છોડીને શિવસેનામાં સામેલ થવા માંગતા હતા, પરંતુ તે સમયે બાલાસાહેબ ઠાકરેએ તેમને આવું કરતા અટકાવ્યા હતા.

સામનામાં શિવસેનાનો પ્રહાર, કહ્યું- ‘સ્પીકરની નિયુક્તિ ભાજપ માટે તમાચો’