Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > પંચમહાલ: જંગલમા કાચબાનો વેપલો કરનારાઓને વન વિભાગે ઝડપી પાડ્યા

પંચમહાલ: જંગલમા કાચબાનો વેપલો કરનારાઓને વન વિભાગે ઝડપી પાડ્યા

0
122

પંચમહાલ: પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકામાં વાકુલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધીના નામે કાચબાનો વેપલો કરતા પાંચ ઈસમોને વનવિભાગે પકડી પાડ્યા છે. તેમની પાસેથી હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનૂસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસારને પંચમહાલ જીલ્લાના ઘોંધબાના રાજગઢ વિસ્તારમાં આવેલા જંગલોમાં તાંત્રિક વિધીનુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાની જાણકારી મળી હતી. જેમા વન્યજીવ પર તાંત્રિકવિધી કરીને પૈસાનો વરસાદ કરવાનો દાવો કરવામા આવતો હતો. આથી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવા માટે વનવિભાગ રાજગઢ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ સંયૂક્ત રીતે ગૂપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા માઉસિંગ નામના શખ્શનુ નામ ખુલ્લુ હોવાની વિગતો બહાર આવી હતી. આથી સંસ્થાની ટીમ દ્વારા માઉસિંગ સાથે વાતચીતનો દોર શરુ કરવામાં આવ્યો હતો. પૈસાનો વરસાદ થાય તે માટે તાંત્રિક વીધી કરવાની હોવાનું જણાવતા માઉસિંહ કાચબા આપવા તૈયાર થયો હતો.

આ પણ વાંચો: સુહાગરાતે પતિ દારૂ પીને આવ્યો, માસિકના દિવસોમાં પણ બળજબરીપૂર્વક બાંધ્યા શરીર સબંધ

આ વેપલો કરનારાઓને પકડવા માટે તાંત્રિક વીધી વાકુલીના જંગલમા ગોઠવામા આવી હતી. જેમા એક વનઅધિકારી સાધુ બન્યા હતા અને અન્ય સંસ્થાના કાર્યકરો જંગલમા પહોચ્યા હતા. જ્યા પહેલેથી જ કાચબાનો વેપલો કરનારા માઉસિંગ બારીયા અને તેના સાગરિતો ગોવિંદ પટેલીયા,પ્રદિપ બારીયા,રણજીત બારીયા,ભરત બારીયા હાજર રહ્યા હતા.જ્યા પુજામા બેઠેલા એક કાર્યકરે “કાચબા આવી ગયા છે” તેવો મેસેજ કરતા ત્યા થોડે દુર ઉભેલી વનવિભાગની ટીમ અને સંસ્થાના કાર્યકરો આવી જતા આ વેપલો કરનારા ઇસમોને પકડી લીધા હતા.

તેમની પાસેથી વન્યજીવ કાચબા નંગ-૪ , તેમજ હથિયાર બે તલવાર, એક ધારીયું, એક છરો જપ્ત કરવામા આવ્યો હતો. વધુમાં વન્યજીવ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

અહેવાલ: ગણપત મકવાણા, પંચમહાલ