Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પંચમહાલઃ નકલી દૂધ બનાવવાનું કૌભાંડ પકડાયું, દુકાન-મકાન સીલ કરાયા

પંચમહાલઃ નકલી દૂધ બનાવવાનું કૌભાંડ પકડાયું, દુકાન-મકાન સીલ કરાયા

0
1201

યુરિયાખાતર અને તેલ દ્રારા નકલી દૂધ બનાવી લોકો સાથે ચેડાં

પંચમહાલ: જીલ્લાના શહેરા નગરમાં આવેલી એક સોસાયટીના મકાનમાં ચાલતા નકલી દુધ બનાવાના કૌભાંડનો નગર પાલિકાની સેનેટરી ઇન્સ્પેકટરની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમા બાતમીના આધારે છાપો મારીને નકલી દુધ બનાવાનો સામાન જપ્ત કરીને મકાન અને દુકાનને શીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીર હોય કે ગરીબ દુધની જરૂરિયાત સૌના માટે ઊભી થાય છે. દુધને પૌષ્ટીક આહાર પણ કહેવામા આવે છે.  શહેરા નગરની જુની જીઇબી ઓફિસ પાસેની સોસાયટીના મકાનમા યુરિયાખાતર અને તેલ દ્રારા નકલી દૂધ બનાવાઇ રહ્યુ છે. આર્થિક લાભ ખાટવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની બાતમી સેનેટરી ઇન્સ્પેકટર જીતેન્દ્ર રાઠોડને મળી હતી.

આ પણ વાંચો: ફાધર્સ ડેનાં બીજા જ દિવસે પૌત્રએ દાદા-દાદીને ધક્કો મારી પછાડ્યાં, રાજકોટની શરમજનક ઘટના

બાતમી મળ્યા બાદ જીતેન્દ્ર રાઠોડે ટીમને સાથે રાખીને મકાનમા રેડ પાડી હતી. જ્યા નકલી દુધ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. આ નકલી દુધ બનાવનાર ઇસમ પોતે દુકાન પણ ધરાવે છે. જે ત્યા આ દૂધનો વેચાણ કરતો હતો. હાલ તો પાલિકા ટીમે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ દુકાન અને મકાનને સીલ કરી ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ: ગણપત મકવાણા પંચમહાલ

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.