Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પંચમહાલ: ભાજપના ધારાસભ્ય સહિત 26 લોકો જૂગાર રમતા ઝડપાયા

પંચમહાલ: ભાજપના ધારાસભ્ય સહિત 26 લોકો જૂગાર રમતા ઝડપાયા

0
300

ખેડાના માતરના ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં રંગે હાથ પંચમહાલ એલસીબીએ ઝડપી લીધા છે.પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની આઠ ગાડીઓ અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે.

પંચમહાલ જિલ્લાના હાલોલના શિવરાજપૂર ખાતે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચમહાલ એલસીબીને મળી હતી. જે આધારે એલસીબી અને પાવાગઢ પોલીસે રિસોર્ટ ખાતે ગુરુવારની મોડી સાંજે છાપો માર્યો હતો.  જે દરમિયાન રિસોર્ટના એક રૂમમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી, સાત મહિલાઓ અને અન્ય નબીરાઓ મળી કુલ 26 વ્યક્તિઓ મળી આવ્યા હતા.

જેઓ દ્વારા કોઈન વડે કેસીનો જુગાર રમી રહ્યા હોવાનું જણાય આવ્યું હતું. વળી જુગાર રસિયાઓ પાસે છ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે તમામની તપાસ કરતાં 3.80 લાખ રોકડા મળ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના કોઈન ,પત્તાની કેટ અને ધારાસભ્ય ફોર્ચુનર કાર સહિત કુલ આઠ વાહનો કબ્જે લીધા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat