પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે લાંબા સમય પછી રાહતના સમાચાર સામે આવ્યા છે.
Advertisement
Advertisement
ડોલર સામે સતત નબળો પડી રહેલા પાકિસ્તાની રૂપિયાએ જોરદાર વાપસી કરી છે અને જોત-જોતામાં એક સપ્તાહમાં 3.9 ટકાનો સુધાર થયો છે. પાકિસ્તાની રૂપિયો દુનિયામાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર કરન્સી બની ગયો છે.
સાત ઓક્ટોબરે ખત્મ થયેલા કારોબારી સપ્તાહમાં એક ડોલરની કિંમત 221 પાકિસ્તાની રૂપિયા હતી. સમાચાર એજન્સી આઈએએનએસે આરિફ હબીબ લિમિટેડ રિસર્ચ હેડ તાહિર અબ્બાસના હવાલાથી જણાવ્યું કે, પાકિસ્તાનમાં વિદેશી રોકાણ વધવાની આશાના કારણે રૂપિયો ઝડપી રિક્વર થઇ રહ્યો છે.
પાકિસ્તાની રૂપિયાએ પાછલા કેટલાક દિવસોથી સતત સારૂ પ્રદર્શન કર્યું છે. 11 કારોબારી સત્રોમાં પાકિસ્તાની રૂપિયો ડોલરની સરખામણીમાં મજબૂત થયો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતૃત્વવાળી ગઠબંધનની સરકાર બનવા પર 11 એપ્રિલે એક ડોલરની કિંમત 182 રૂપિયા હતી.
તે પછી પણ ડોલરની કિંમત વધતી ગઈ અને 30 જૂને ખત્મ થયેલા નાણાકીય વર્ષમાં કિંમત વધીને 205 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ.
જૂલાઈમાં પાકિસ્તાની રૂપિયો ડોલરની સરખામણીમાં 240 સુધીના સ્તર સુધી પહોંચી ચૂક્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતુ કે, કેટલીક કોમર્શિયલ બેંકોએ તેમના નિહિત હિતોને કારણે રૂપિયાને નબળો પડવા દીધો. હાલમાં આ બાબતની તપાસ ચાલી રહી છે.
Advertisement