વૉશિંગ્ટન: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (Mike Pompeo)એ દાવો કર્યો છે કે તત્કાલીન ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમણે જણાવ્યુ હતુ કે પાકિસ્તાન ફેબ્રુઆરી 2019માં બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક (Balakot Surgical Strike) પછી પરમાણુ હુમલા (Nuclear Attack)ની તૈયારી કરી રહ્યું હતું. આ સાંભળીને તે સ્તબ્ધ થઇ ગયા હતા. પોમ્પિયો અનુસાર, સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે ભારત પણ આક્રમક જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.
Advertisement
Advertisement
પોમ્પિયોએ લૉન્ચ કરેલા નવા પુસ્તક ‘નેવર ગીવ એન ઇંચ: ફાઇટિંગ ફોર ધ અમેરિકા આઇ લવ’ (Never Give an Inch: Fighting for the America I Love)માં કહ્યુ કે આ ઘટના ત્યારે બની જ્યારે તે 27-28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઉત્તર કોરિયા સમિટ માટે હનોઇમાં હતા, આ પછી તેમની ટીમે આ સંકટને ટાળવા માટે ભારત અને પાકિસ્તાન સાથે રાતો રાત કામ કર્યુ હતુ. પૂર્વ અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યુ, ‘મને નથી લાગતુ કે દુનિયા જાણે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફેબ્રુઆરી 2019માં પરમાણુ હુમલા સુધી નજીક આવી ગયો હતો.
પૂર્વ અમેરિકાના રાજદ્વારી પુસ્તકમાં લખે છે, “મને નથી લાગતું કે વિશ્વને બરાબર ખબર છે કે ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ ફેબ્રુઆરી 2019માં પરમાણુ હુમલાને લઇને કેટલી નજીક આવી ગઇ હતી. સત્ય એ છે કે, મને ચોક્કસ જવાબ પણ ખબર નથી.” હું જાણું છું; હું એટલું જ જાણું છું કે તે ખૂબ નજીક હતું.
જોકે, પોમ્પિયોના દાવા પર વિદેશ મંત્રાલય દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.
પોમ્પિયોએ કહ્યુ, “કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનની ઢીલી આતંકવાદ વિરોધી નીતિઓને કારણે 40 ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતે પાકિસ્તાનની અંદર એર સ્ટ્રાઇક કરીને આ આતંકવાદી હુમલાને જવાબ આપ્યો હતો. પાકિસ્તાનીઓએ તે પછી હવાઇ યુદ્ધમાં એક વિમાનને તોડી પાડ્યુ હતુ અને ભારતીય પાયલોટને કેદ કરી લીધો હતો.
આ પણ વાંચો: પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઇક પર દિગ્વિજય સિંહે ફરી સવાલ ઉઠાવ્યા, ભાજપનો પલટવાર
પોમ્પિયોએ કહ્યુ, “હું 27-28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ટકરાવ ઓછો કરવા માટે શિખર સમ્મેનલ માટે હનોઇમાં હતો, ત્યારે મને રાત્રે આખી વાતની ખબર પડી અને મારી ટીમે ભારત અને પાકિસ્તાનને મનાવવા માટે આખી રાત જાગીને કામ કર્યુ હતુ. પોમ્પિયોએ લખ્યુ, ‘વિયેતનામના હનોઇ શહેરની તે રાત હું ક્યારેય ભૂલી નહી શકું. પરમાણુ હથિયારો પર ઉત્તર કોરિયાના લોકો સાથે વાત કરવી પૂરતી નહતી. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાને કાશ્મીરને લઇને દાયકા જૂના વિવાદમાં એક બીજાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પોમ્પિઓએ કહ્યુ, મારે સુષ્મા સ્વરાજને કઇ ના કરવા અને આખો વિવાદ હલ કરવા માટે અમેરિકાને થોડો સમય આપવા સમજાવવામાં ઘણી મહેનત કરવી પડી હતી.
Advertisement