ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ લાયન્સ વિસ્તારની એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક લોકોના ઘાયલ થવાના સમાચાર છે. હજુ સુધી કોઇ પણ આતંકી સંગઠને આ ધમાકાની જવાબદારી લીધી નથી. પોલીસે જણાવ્યુ કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં નમાઝ માટે ઘણા લોકો હાજર હતા.ત કહેવામાં આવે છે કે વિસ્ફોટને કારણે મસ્જિદનો એક ભાગ પડી ગયો છે જેના નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. આ હુમલામાં અત્યાર સુધી 32 લોકોના મોત થયા છે જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે.
Advertisement
Advertisement
પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલ (LRC)ના પ્રવક્તા મોહમ્મદ અસીમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યુ કે ઘાયલોને હૉસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે, કેટલાકની હાલત ગંબીર છે. વિસ્તારને પુરી રીતે ઘેરી લેવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ આવવા જવા દેવામાં આવી રહી છે. પોલીસ અધિકારી સિકંદર ખાને કહ્યુ કે બિલ્ડિંગનો એક ભાગ તૂટી ગયો છે, જેના નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.
પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડૉન અનુસાર વિસ્ફોટ બપોરે 1.40 વાગ્યે થયો હતો. વિસ્ફોટની જાણ થતા જ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ટિકા કરી હતી.
Strongly condemn the terrorist suicide attack in police lines mosque Peshawar during prayers. My prayers & condolences go to victims families. It is imperative we improve our intelligence gathering & properly equip our police forces to combat the growing threat of terrorism.
— Imran Khan (@ImranKhanPTI) January 30, 2023
Advertisement