ઈસ્લામાબાદ: ભારત વિરુદ્ધ આંતકવાદ ફેલાવવા માટે અલગ-અલગ આતંકવાદી સંગઠનોનો ઉપયોગ કરનારા પાકિસ્તાને હવે ખુલ્લેઆમ તેના સુત્રધારોને સમર્થન આપવાનું શરૂ કરી દીધુ છે. 26/11 મુંબઈના આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનારા અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર જકી-ઉર-રહમાન લખવી પર પાકિસ્તાન સરકાર મહેરબાન થઈ છે.terrorist lakhvi
પાકિસ્તાન હવે લખવીના ખાવા, દવાઓ ઉપરાંત તેને વકીલની સેવા પૂરી પાડવા માટે આર્થિક મદદ કરશે. ચોંકાવનારી વાત એ છે કે, આ માટે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 1267 પ્રતિબંધક કમિટીની મંજૂરી પણ લઈ લીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે, પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર લખવીને દર મહિને 1.5 લાખ રૂપિયા પૂરા પાડશે. જેમાં તેના ખાવા માટે 50 હજાર રૂપિયા, દવા માટે 45 હજાર રૂપિયા અને અન્ય ખર્ચા માટે 20 હજાર રૂપિયા આપશે. આ સિવાય વકીલની ફી 20 હજાર રૂપિયા અને અવરજવર માટે 15 હજારનો ખર્ચ પણ સામેલ છે.terrorist lakhvi
જણાવી દઈએ કે, જકી-ઉર-રહમાન લખવીની સુરક્ષા પરિષદની 1267 કમિટીએ મુંબઈ આતંકવાદી હુમલા બાદ આતંકવાદી જાહેર કર્યો હતો. તે 2015 બાદ જામીન પર છે. અહીં સુધી કે પાકિસ્તાનની જેલમાં તેને કેદ કર્યો હોવાના સમાચાર પણ નાટક જ હતા. તેનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, રાવલપિંડીની અદિયાલા જેલમાં રહેતા લખવી એક બાળકનો પિતા પણ બન્યો હતો.terrorist lakhvi
આ પણ વાંચો: કોવિડ ડેઝિગ્નેટેડની મંજૂરી વિના કોવિડ દર્દી દાખલ કરનાર હોસ્પિટલનો કન્સલ્ટીંગ રૂમ સીલ terrorist lakhvi
લખવી સિવાય ઈમરાન ખાન સરકારે બે અન્ય લોકોના માસિક ખર્ચા માટે UNSCની કમિટી પાસે મંજૂરી માંગી છે. જેમાં ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ મહમૂદ સુલ્તાન બશીરુદ્ધીન સામેલ છે. બશીરુદ્દીનની ઓસામા બિન લાદેન સાથે મુલાકાત પણ થઈ હતી. જેણે યુએન દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરાયેલા ઉમ્માહ-તામીર-એ-નાઉ સંગઠનની સ્થાપના કરી હતી.
હાલ બશીરુદ્ધી પાકિસ્તાનમાં સ્વતંત્ર છે. તેને પણ લખવીને જેમ 1.5 લાખ રૂપિયાની મદદ પૂરી પાડવા માટે મંજૂરી લેવામાં આવી છે. અગાઉ ઓગસ્ટ 2019માં UNSCની 1267 કમિટીએ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફીઝ સઈનને પોતાનો ખર્ચ વહન કરવા માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.