Gujarat Exclusive > દેશ-વિદેશ > ઈમરાન ખાનના જૂઠનો પર્દાફાશ, પાકિસ્તાનમાં જ છૂપાયો છે આતંકવાદી મસૂદ

ઈમરાન ખાનના જૂઠનો પર્દાફાશ, પાકિસ્તાનમાં જ છૂપાયો છે આતંકવાદી મસૂદ

0
328

પડોશી દેશ પાકિસ્તાનના જૂઠનો એક વખત ફરીથી પર્દાફાશ થયો છે. જેમાં તેણે તાજેતરમાં આતંકવાદી મસૂદ અઝહર ગુમ હોવાની વાત જણાવી હતી, પરંતુ હવે જાણ થઈ છે કે, તે પાકિસ્તાનમાં જ છુપાઈને બેઠો છે અને પાકિસ્તાન સરકારને તેની જાણકારી પણ છે.

આ અંગે પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રેલવે લિંક રોડ પર રહે છે. જે જગ્યાએ મસૂદ છુપાયો છે, તે બહાવલપુર આતંકવાદી હેડક્વાર્ટરની પાછળ છે. અહીં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત છે. કહેવાય છે કે, મસૂદ જે ઘરમાં છુપાયો છે, તે ઘર પર બોમ્બના હુમલાની પણ કોઈ અસર નથી થતી.

આ સિવાસ મસૂદ અઝહરના અન્ય ત્રણ ઠેકાણાંની પણ જાણ થઈ છે. જેમાં કસૂર કૉલોની બહાવલપુર, મદરસા બિલાલ હબસી ખૈબર પખ્તુનવા અને મદરસા-એ-લુકમાન ખૈબર પખ્તુનવા સામેલ છે. જણાવી દઈએ કે, 2016માં પઠાનકોટ હુમલા સંદર્ભે જે ડોઝિયર પાકિસ્તાનને સોંપવામાં આવ્યું હતું. તેમાં એક ફોન નંબર જેનો હતો, તેની લિંક બહાવલપુર ટેરર ફેક્ટરી સાથે હતો.

પાકિસ્તાને વિશ્વને ગેરમાર્ગે દોર્યું
અઝહરના ઠેકાણાની જાણ એવા સમયે થઈ છે, જ્યારે પાકિસ્તાન ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સામે એવું કહી રહ્યું છે કે, મસૂદ અઝહર લાપત્તા છે. તાજેતરમાં પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદની ટેરર ફંડિક કેસમાં 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે અઝહર અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ટ જકિઉર રહમાન લખવી પર કાર્યવાહી ના કરવાના કારણે તેની ફજેતી પણ થતી રહી છે.

ભારતમાં અનેક આતંકી હુમલામાં માસ્ટર માઈન્ડ અઝહર
મસૂજ અઝહર જૈશ-એ-મોહમ્મદનું સુત્રધાર છે અને ભારતમાં અનેક મોટી આતંકવાદી ઘટનાઓનો માસ્ટરમાઈન્ડ પણ છે. ગત વર્ષે પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સુત્રો અનુસાર, મસૂદની તબિયત ખરાબ હોવાથી તે હાલ સંગઠનના કામકાજથી અળગો રહે છે, પરંતુ તેનો ભાઈ સમગ્ર જૈશની જવાબદારી સંભાળી રહ્યો છે. મસૂદનો ભાઈ અબ્દુલ રઉફ અસગર જ હાલ આતંકવાદની ફેક્ટરી ચલાવી રહ્યો છે.

PM મોદીના સપના સાકાર થવા ભણી! ભારત વિશ્વની 5મીં સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું