વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાનનો ચહેરો દુનિયા સામે બેનકાબ કરી દીધો છે. બાઇડને પાકિસ્તાનને વિશ્વના સૌથી ખતરનાક દેશમાંથી એક ગણાવ્યું છે. બાઇડને આ ટિપ્પણી પરમાણુ હથિયારોના સંગ્રહને લઇને કરી હતી. બાઇડને કહ્યુ કે, પાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે કોઇ તાલમેલ નથી, માટે તે દુનિયા માટે મોટો ખતરો બની શકે છે.
Advertisement
Advertisement
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ડેમોક્રેટિક કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે પાકિસ્તાન વિશ્વના સૌથી ખતરનાક દેશમાંથી એક છે, કારણ કે તે પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ કરી રહ્યું છે. સેના અને સરકાર વચ્ચે કોઇ તાલમેલ નથી.
અમેરિકાના નિવેદનમાં વિરોધાભાસ
એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પાકિસ્તાન વિરૂદ્ધ નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ હથિયારની સપ્લાય સતત ચાલુ રાખી છે. સૈન્ય મદદ સિવાય અમેરિકા પાકિસ્તાનને આર્થિક મદદ અને IMFમાં બેકડોરથી મદદ કરી રહ્યુ છે.
ગત મહિને જ આઠ સપ્ટેમ્બરે બાઇડન તંત્રએ ટ્રમ્પ તંત્રના નિર્ણયને પલટતા પાકિસ્તાનને એફ-16 ફાઇટર જેટ માટે 45 કરોડ ડૉલર (3,651 કરોડ રૂપિયા)ના સાધનોની ખરીદીને મંજૂરી આપી હતી. આ નિર્ણયને ભારત માટે ઝટકો માનવામાં આવ્યો હતો.
પાકિસ્તાનને સેન્ય સહાયતા આપવા પર ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના અમેરિકન સમકક્ષ લાયડ આસ્ટિનને ફોન કરીને ભારતના હિત પ્રભાવિત થવાની વાત કરી હતી. તેબાદ અમેરિકાના સહાયક સંરક્ષણ મંત્રી એલી રૈટનરે કહ્યુ હતુ કે પાકિસ્તાન માટે સ્વીકૃત સહાયતા ભારતને કોઇ પ્રકારના મેસેજ આપવાની વાત નથી. આ સહાયતા અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખતા અને પાકિસ્તાન સાથે સેન્ય સહયોગ અંતર્ગત સ્વીકૃત કરવામાં આવી છે, જેનાથી પાકિસ્તાનના પરમાણુ હથિયારોની પણ સુરક્ષા થશે.
યૂક્રેનને ફરી આર્થિક મદદ
આ નિવેદનથી અલગ અમેરિકન રાષ્ટ્રપતિએ યૂક્રેનને 725 મિલિયન ડૉલરની વધારાની સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ મદદને લઇને રશિયાનું નિવેદન આવ્યુ નથી. મહત્વપૂર્ણ છે કે યૂક્રેન સંકટ વચ્ચે રશિયા પશ્ચિમી દેશો સહિત અમેરિકાને પરમાણુ હુમલાની ચેતવણી આપી ચુક્યુ છે. સાથે જ નાટો દેશો તરફથી કેટલાક ન્યૂક્લિયર હથિયારની તૈનાતી કરી દીધી છે.
આ પણ વાંચો: વૈશ્વિક ભૂખમરીની યાદીમાં પાકિસ્તાન-નેપાળ-શ્રીલંકા કરતા પણ ભારત પાછળ, 107માં નંબર પર પહોચ્યું
4 ઓક્ટોબરે પીઓકે ગયા હતા અમેરિકન રાજદૂત
પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત ડોનલ્ડ બ્લોમ ચાર ઓક્ટોબરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુજફ્ફરાબાદનો પ્રવાસ કર્યો હતો. અહી તે પાકિસ્તાન-યૂએસ અલમનાઇ સભ્ય સાથે એક બેઠકમાં સામેલ થયા હતા. બીજી તરફ અમેરિકન દૂતાવાસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યુ હતુ જેમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને આઝાદ જમ્મૂ-કાશ્મીર લખવામાં આવ્યુ હતુ.
Advertisement