Gujarat Exclusive > દેશ-વિદેશ > પાક.ને આંચકોઃ FATF Gray listમાં જ હજુ રહેશે પાકિસ્તાનઃ કોઇ રાહત નહીં

પાક.ને આંચકોઃ FATF Gray listમાં જ હજુ રહેશે પાકિસ્તાનઃ કોઇ રાહત નહીં

0
63
  • આતંકીઓને નાણાકીય ફન્ડિંગ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ
  • બ્લેક લિસ્ટમાં મૂકાશે તો, આર્થિક મદદના તમામ દ્વાર બંધ થશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હજુ પણ  FATF Gray listમાં રહેશે. એક તરફ આંતરિક વિખવાદ અને બીજી બાજુ ઇન્ટરનેશનલ પ્રેશરની સાથે પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો. પેરિસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF- આતંકીઓને ફંન્ડિંગ પર નજર રાખતી સંસ્થા)અ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવા ફરીથી મહોર મારી દીધી.

શુક્રવારે સાંજે FATFએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર આતંકવાદ સામે 27 સૂત્રીય એજન્ડો પુરો કરવામાં નિષ્ફળ રહી છે. તેમજ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકીઓ સામે પણ કોઇ જ કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચોઃ Corona vaccine: સૌથી પહેલાં કોને? 30 કરોડ લોકોને શોધવાની કામગીરી શરુ

FATFએ અગાઉ જુન 2018માં પાકિસ્તાનમાં ગ્રે લિસ્ટ (FATF Gray list)માં નાંખ્યું હતું. ત્યાર બાદ ઇમરાન સરકારે તેમાંથી બહાર નીકળવા માટે બહુ જોર લગાવ્યો, પરંતુ તેમાં તેને સફળતા ન મળી.

બચાવમાં આવેલા તૂર્કીની દાળ પણ ન ગળી

FATFની પ્લાનરીમાં પાકિસ્તાનના બચાવમાં તૂર્કી જાહેરમાં લોબિંગ કરે છે. તેણે સભ્ય દેશોને કહ્યું કે,

” આપણે પાકિસ્તાનના સારા કામ પર વિચાર કરવો જોઇએ. તેને 27માંથી 6 માપદંડોને પુરા કરવા માટે થોડો સમય આપવો જોઇએ.”

પરંતુ FATFના અન્ય દેશોએ તૂર્કીના આ પ્રસ્તાવને ફગાવી દીધો. થોડા દિવસ પહેલાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ તૂર્કી, મલેશિયા અને સાઉદી અરબની મદદ માંગી હતી.

અમેરિકા- ફ્રાન્સ સહિત અન્ય દેશો પાક.ની વિરુદ્ધ

તૂર્કી સિવાય FATFના અન્ય ચાર સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકી ગતિવિધિઓ સામે ઇમરાન સરકારના પગલાંથી સંતુષ્ટ નથી. જેથી આ ચારેય દેશોએ તેને ગ્રે લિસ્ટ (FATF Gray list)માંથી બહાર કાઢવાનો વિરોધ દર્શાવ્યો.

આ પણ વાંચોઃ PM ઓલી અને RAW ચીફ વચ્ચે બંધબારણે બેઠકથી નેપાળમાં રાજકારણ ગરમાયું

FATFએ પાકિસ્તાનને આતંકવાદને થતાં ફન્ડિંગને સંપૂર્ણપણે રોકવા માટે 27 કાર્યોનું લિસ્ટ આપ્યું હતું. જેમાંથી પાકે. 21 તો પુરી કરી દીધી. પરંતુ બાકીના 6 કામો પુરા કરવામાં નિષ્ફળ રહ્યુ.

પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી શું નુકસાન?

પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ પાક.નું જાહેર દેવું આગામી જૂન સુધી વધીને 37,500 અબજ પાકિસ્તાની રુપિયા એટલે જીડીપીના 90 ટકા જેટલું થઇ જશે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન માત્ર આ વર્ષનું દેવું ચુકવવા 2,800 અબજ રુપિયા ખર્ચ કરશે.

જે સંઘીય મહેસુલ બોર્ડના અંદાજિત સંગ્રહના 72 ટકા છે. બે વર્ષ પહેલાં જ્યારે ઇમરાન ખાનની પીટીઆઇ (પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ પાર્ટી) સત્તામાં આવી ત્યારે જાહેર દેવું 24,800 લાખ કરોડ રુપિયા હતું. જેમાં ઝડપથી વધારો થતો ગયો. હવે આ ગ્રે લિસ્ટ (FATF Gray list)ને કારણે તેને આંતરરાષ્ટ્રીય મદદ મળી શકે નહીં.

2018થી પાકિસ્તાન FATF Gray listમાં

પાકિસ્તાનને જૂન 2018માં FATFએ ગ્રે લિસ્ટમાં નાંખ્યું હતું. ત્યાર બાદ ઓક્ટોબર 2018 અને ફેબ્રુઆરી 2019માં થયેલી સમીક્ષાનાં પણ તેને રાહત મળી નહતી. કારણ કે પાકિસ્તાન એફએટીએફની ભલામણો પર કામ કરવામાં નિષ્ફળ રહ્યું.

આ સમય દરમિયાન પાક.માં આતંકી સંગઠનોને વિદેશો અને દેશમાં આર્થિક મદદ મળવાનું ચાલુ રહ્યું હોવાનું FATFએ નોંધ્યું છે.

આ પણ વાંચોઃ Debate 2020: ભારતની હવા ખરાબ, ડિબેટમાં બોલ્યા મોદીના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇરાન અને ઉત્તર કોરિયા પહેલાંથી જ બ્લેકલિસ્ટેડ

FATFએ ઇરાન અને ઉત્તર કોરિયાને બ્લેક લિસ્ટમાં રાખેલા છે. જો પાકિસ્તાનને પણ તે શ્રેણીમાં મુકાશે તો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ જેમ કે IMF અને વિશ્વ બેન્ક તરફથી તેને કોઇ લોન કે નાણાકીય સહાય મળશે નહીં. તેથી તેને અન્ય દેશો સાથે નાણાકીય ડીલ કરવા માટે પાક.ને સમસ્યાઓનો સામનો કરવો પડશે.