ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશાખાના મામલે ખોટી જાણકારી આપવા માટે કલમ 63 (1) (પી) હેઠળ પાકિસ્તાન તહરીક એ ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાનને પાંચ વર્ષ માટે અયોગ્ય જાહેર કર્યા છે. જે બાદ ચૂંટણી પંચની બહાર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.
Advertisement
Advertisement
પાકિસ્તાનના બંધારણની કલમ 63 (1) (પી) અનુસાર કોઇ પણ નાગરિક આ કાયદા હેઠળ મજલિસ-એ-શૂરા (સંસદ) અથવા પ્રાંતીય વિધાનસભાના સભ્યના રૂપમાં ચૂંટાવા અને પદ પર રહેવા યોગ્ય નહી હોય. મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલ્તાન રાજાની અધ્યક્ષતા ધરાવતી ચાર સભ્યોની પીઠે ઇસ્લામાબાદમાં ઇસીપી સચિવાલયમાં નિર્ણયની જાણકારી આપી છે. નિર્ણય અનુસાર ખોટી જાણકારી આપવાને કારણે ઇમરાન ખાન વિરૂદ્ધ ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ઓગસ્ટમાં ગઠબંધન સરકાર દ્વારા ઇમરાન ખાન વિરૂદ્ધ તોશાખાના ભેટ અને તેના કથિત વેચાણમાંથી પ્રાપ્ત પૈસાની માહિતી શેર ના કરવા માટે અરજી દાખલ કરી હતી. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ- સત્તારૂઢ ગઠબંધનના સાંસદોએ નેશનલ અસેમ્બલીના અધ્યક્ષ રાજા પરવેઝ અશરફને પ્રસ્તુત કર્યા હતા, જે બાદમાં આગળની કાર્યવાહી માટે મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલ્તાન રાજાને મોકલવામાં આવ્યા હતા.
2018માં સત્તામાં આવેલા ઇમરાન ખાનને ઓફિશિયલ યાત્રા દરમિયાન અમીર અરબ શાસકો પાસેથી મોંઘી ભેટ મળી હતી, જે તોશાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં તેમણે તેને પ્રાસંગિક કાયદા અનુસાર ડિસ્કાઉન્ટ ભાવે ખરીદ્યું અને મોટા નફામાં વેચ્યું હતુ. ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સુનાવણી દરમિયાન ECPને જણાવ્યું હતું કે રાજ્યની તિજોરીમાંથી ખરીદેલી ભેટોના વેચાણમાંથી આશરે 58 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાં 21.56 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તોષાખાનાના નિયમો મુજબ, જે વ્યક્તિઓને આ નિયમો લાગુ પડે છે તેમણે તેમને મળેલી ભેટો અને આવી અન્ય સામગ્રીની જાણ કેબિનેટ વિભાગને કરવાની હોય છે.
આ પણ વાંચો: તાજમહેલના ઇતિહાસને જાણવા માટે રૂમ ખોલાવવાની અરજી SCએ ફગાવી
ઈમરાન ખાને ચાર ગિફ્ટ વેચ્યાની કબૂલાત કરી હતી
જો કે, પીટીઆઈ ઈમરાનને 2018 માં જ્યારે સરકારમાં પદ સંભાળ્યું ત્યારથી તેમને આપવામાં આવેલી ભેટોની વિગતો જાહેર કરવામાં અનિચ્છા દર્શાવતી હતી, અને કહ્યું કે આમ કરવાથી આંતરરાષ્ટ્રીય સંબંધો જોખમાશે, તેમ પાકિસ્તાન ઈન્ફોર્મેશન કમિશન (PIC) PIC એ તેમને આદેશ આપ્યો હતો, પરંતુ પાછળથી, 8 સપ્ટેમ્બરના રોજ ECPને સુપરત કરેલા લેખિત જવાબમાં, ઇમરાને વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી હોવાનું સ્વીકાર્યું હતું.
Advertisement