Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાનને વધુ એક આંચકો, અમેરિકા અને પેરિસમાં હોટલ પણ અટેચ

પાકિસ્તાનને વધુ એક આંચકો, અમેરિકા અને પેરિસમાં હોટલ પણ અટેચ

0
98

મલેશિયાએ PIAના વિમાનને કબ્જે કર્યુ છે Pakistan Hotel Attach 

નવી દિલ્હી: પાકિસ્તાનને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) તરફથી લીઝ પર લેવામાં આવેલા વિમાન જપ્ત થયા પછી હવે અમેરિકા અને પેરિસમાં પીઆઈએના હોટલ પણ અટેચ કરવામાં આવ્યા છે. Pakistan Hotel Attach 

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ ન્યૂયોર્કમાં રૂસલવેલ્ટ હોટલ અને પેરિસમાં સ્ક્રાઇબ હોટલ અટેચ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા મામલાના કારણે પાકિસ્તાન આ હોટલોને વેચી શકતો નથી. બ્રિટનની હાઈકોર્ટે પાકિસ્તાન હાઈકમિશનના ખાતામાં 28.7 મિલિયન ડોલર ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા છે.

આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી લોનની ચુકવણી ના કર્યા બાદ કરવામાં આવી છે, તે પછી પાકિસ્તાન સરકારે દૂતાવાસોને વિદેશી બેંક ખાતામાં ન્યૂનતમ ફંડ રાખવાના આદેશ આપ્યા છે. અગાઉ મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનના બોઇંગ-777 પ્લેનને જપ્ત કરાયું હતુ. આ દરમિયાન પ્લેનમાં 172 પેસેન્જર સવાર હતા. પાકિસ્તાનને લીઝ પર લીધેલા બીજા પ્લેનને પણ જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. Pakistan Hotel Attach 

આ પણ વાંચો: અમેરિકન સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગ બંધ, બિડેનના શપથ પહેલા ખતરાની આશંકા

કહેવામાં આવી રહ્યુ છે કે પીઆઈએના વિમાન અને હોટલો પર કાર્યવાહી પછી પાકિસ્તાને વિદેશોમાં તેની સંપત્તિ બચાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન તરફથી કહેવામાં આવ્યુ છે કે એરલાઇન મેનેજમેન્ટ મલેશિયાની કોર્ટમાં પીઆઈએ એરક્રાફ્ટને રિલીઝ કરાવવા માટે તાત્કાલિક સુનાવણી માટે પગલા લઇ રહ્યું છે. Pakistan Hotel Attach 

બીજી તરફ વૈશ્વિક સ્તરે થઇ રહેલા અપમાન પર પાકિસ્તાન તરફથી સ્પષ્ટતા આપવામાં આવી રહી છે. પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રીએ આ મામલે જણાવ્યું કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇને વર્ષ 2015માં બે એરક્રાફ્ટ લીઝ પર લીધા હતા, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે ફંડ ચુકવણી ના કરી શક્યુ.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9