Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચેલા 6 પાકિસ્તાની ખેલાડી કોરોના પોઝિટિવ

ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચેલા 6 પાકિસ્તાની ખેલાડી કોરોના પોઝિટિવ

0
75

પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડમાં 3 ટી20, બે ટેસ્ટ મેચ રમશે Pakistan Cricket Team Player

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના 6 ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમને ક્રાઇસ્ટચર્ચમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતે આ વાતની જાણકારી આપી છે. પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડમાં 3 ટી20, બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટી20 18 ડિસેમ્બરે શરૂ થશે. Pakistan Cricket Team Player

પાકિસ્તાની ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ખેલાડીઓ પોઝિટિવ આવતા ન્યૂઝીલેન્ડ સરકાર હરકતમાં આવી ગઇ છે, કારણ કે ત્યાં કોરોનાના કેસો નહિવત છે. ન્યૂઝિલેન્ડ સરકારનું કહેવું છે કે આઇસોલેશન દરમિયાન ખેલાડીઓની ટ્રેનિંગ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. વહીવટી તંત્રનું કહેવું છે કે જે છ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમને ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. Pakistan Cricket Team Player

53 ખેલાડીઓની ટીમ રવાના થઇ હતી

ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે લાહોરથી 53 ખેલાડીઓ રવાના થયા હતા, તેમનામાં કોઇ લક્ષણ ના હોય તેની સતત નોંધ લેવાતી હતી. 24 નવેમ્બરે ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચ પહોંચવા પર તેમનો કોરોના ટેસ્ટ થયો. તેમાંથી છ ખેલાડીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો. તેમાંથી બે ખેલાડી પહેલાથી કોરોના પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. Pakistan Cricket Team Player

આ પણ વાંચો: “Hand of God” કહેવામાં આવતા હતા મેરાડોના, 1986માં એકલા હાથે અર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું હતુ

ચાર વખત ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે

ન્યૂઝીલેન્ડ સરકારનું કહેવું છે કે હવે આઇસોલેશન દરમિયાન પણ ઓછામાં ઓછા ચાર વખત ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે. સાથે જ તમામ ખેલાડીઓ પોત-પોતાના રૂમમાં જ રહેશે. સરકાર મુજબ, સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું કે કડક સૂચના પછી પણ કેટલાક ખેલાડીઓ આઇસોલેશનના નિયમોનો ભંગ કરી ફરતા દેખાયા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9