ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં સહકારી મંડળીની ચૂંટણી જીતી હતી. તે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે. એક જિલ્લા અધિકારીએ જણાવ્યું કે ભાજપે ભેકુટિયા સાંબે કૃષિ સમિતિની 12માંથી 11 બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક તૃણમૂલ કોંગ્રેસના ફાળે ગઈ છે. રવિવારે ચૂંટણી યોજાઈ હતી અને આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
Advertisement
Advertisement
ભાજપના એક ઉમેદવાર જેમણે ચૂંટણી જીતી હતી, તેમણે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલે ચૂંટણીમાં અવરોધ લાવવા માટે બહારના લોકોને લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મતદારોએ તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી હતી.
ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલી તસવીરોમાં કેટલીક મહિલાઓ સ્થાનિક પંચાયત સમિતિના સભ્ય પર હુમલો કરતી જોવા મળે છે. આ વ્યક્તિ તૃણમૂલ કોંગ્રેસનો સભ્ય હોવાનું કહેવાય છે. તેને નંદીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ બચાવી લીધો હતો. આ ઘટના વિશે વિગતો મેળવવા માટે મીડિયાએ તૃણમૂલના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
Advertisement