Gujarat Exclusive > રાજનીતિ > ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, કપિલ સિબ્બલ બાદ ચિદમ્બરમે પણ ઉઠાવ્યા સવાલ

ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, કપિલ સિબ્બલ બાદ ચિદમ્બરમે પણ ઉઠાવ્યા સવાલ

0
85

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election) સહિત તાજેતરમાં યોજાયેલી અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ એક વખત ફરીથી કોંગ્રેસમાં (Congress) ખેંચતાણ જોવા મળી રહી છે. અગાઉ સોમવારે કપિલ સિબ્બલે (Kapil Sibal) કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે હવે ચિદમ્બરમે (P Chidambaram) પણ પાર્ટીની નીતિઓ (Congress Leadership) પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

તાજેતરમાં કપિલ સિબ્બલના (Kapil Sibal) નિવેદન બાદ હોબાળો થયો હતો. જે બાદ લોકસભામાં કોંગ્રેસ (Congress) નેતા અધીર રંજન ચૌધરીએ એક ચેનલને આપેલા ઈન્ટર્વ્યૂમાં તેમના પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.

અધીર રંજને કહ્યું હતું કે, કપિલ સિબ્બલ પાર્ટીના પ્રદર્શનથી નારાજ છે. શું તેઓ (Kapil Sibal) બિહાર કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા? જમીની સ્તર પર પાર્ટી માટે કામ કર્યાં વિના આ પ્રકારના ઉડાઉ નિવેદનો આપવાનો કોઈ અર્થ નથી.

આ પણ વાંચો: કોરોનાનું સંક્રમણ વધતા BAPSનો નિર્ણય, 30 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે

કપિલ સિબ્બલે (Kapil Sibal) એક અખબારને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, એવું લાગે છે કે પાર્ટી નેતૃત્વએ (Congress Leadership) દરેક ચૂંટણીમાં પોતાના પરાજયને જ પોતાનું ભવિષ્ય સ્વીકારી લીધુ છે. બિહાર જ નહીં, પેટાચૂંટણીના પરિણામોથી (Bihar Election Results) પણ એવું જ લાગી રહ્યું છે કે, દેશના લોકો કોંગ્રેસ (Congress) પાર્ટીને મજબૂત વિકલ્પ માનવા તૈયાર નથી.

આ વિવાદમાં હવે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરની (P Chidambaram) પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પાર્ટીમાં (Congress Leadership) હારની સમીક્ષા કરવાની જરૂરિયાત જણાવી છે. ચિદમ્બરમે એક અખબારને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે,

હું ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની પેટાચૂંટણીઓના પરિણામોથી ચિંતિત છુ. આ પરિણામો જ દર્શાવે છે કે, જમીની સ્તર પર પાર્ટીનું કોઈ સંગઠન નથી અથવા તો તે નબળુ થઈ ચૂક્યું છે. બિહારમાં RJD-કોંગ્રેસ જીતના નજીક પહોંચીને કેવી રીતે હારી ગયા? પાર્ટીએ (Congress Leadership) તેની સમીક્ષા થવી જોઈએ.

અગાઉ આ પ્રકારની ટિપ્પણીઓ પર પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદે પણ સવાલ ઉઠાવ્યાં છે. ખુરશીદનું કહેવું છે કે, આવું તો દરેક પાર્ટીમાં (Congress Leadership) થાય છે. સફળતાનો શ્રેય કોઈ નથી આપતુ અને નિષ્ફળતા પર સૌ કોઈ સલાહો આપવા લાગે છે.