Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સૌથી મોટા કાર્ગો પ્લેનમાં જર્મનીથી ઓક્સિજન ટેન્ક અમદાવાદ એરપોર્ટ પહોંચી

સૌથી મોટા કાર્ગો પ્લેનમાં જર્મનીથી ઓક્સિજન ટેન્ક અમદાવાદ એરપોર્ટ પહોંચી

0
66

કોરોના મહામારીને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ હોસ્પિટલો પણ ફુલ થઈ ગયા છે. ત્યારે હોસ્પિટલની અછતના કારણે દર્દીઓમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે વિશ્વના ઘણા દેશો આગળ આવી રહ્યા છે. જર્મનીથી 11 ઓક્સિજન કાર્યોજેનિક ટેન્કર્સનો જથ્થો એક મોટા કાર્ગો પ્લેનમાં આવી પહોંચ્યો હતો.

કેટલાક દેશો આર્થિક રીતે મદદ કરી રહ્યા છે, તો કેટલાક દેશોમાંથી ઓક્સિજન કાર્યોજેનિક ટેન્કર્સ અને મેડિકલ ઉપકરણો જેવી સામગ્રી મોકલવામાં આવી રહી છે. આજે જર્મનીથી 11 ઓક્સિજન કાર્યોજેનિક ટેન્કર્સનો જથ્થો એક મોટા કાર્ગો પ્લેનમાં આવી પહોંચ્યો હતો. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ હજી પણ 7 ઓક્સિજન કાર્યોજેનિક ટેન્કર્સ અમદાવાદ એરપોર્ટ ગણતરીના કલાકોમાં આવી પહોંચશે. આ કાર્યોજેનિક ટેન્કર્સ પર રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ગ્રુપનું ટેગ પણ જોવા મળ્યું હતું. જેથી આ તમામ ઓક્સિજન કાર્યોજેનિક ટેન્કર્સ જામનગરમાં તૈયાર થનારી કોવિડ હોસ્પિટલ માટે આવ્યા હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કાર્ગો પ્લેન છે જે લગભગ અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર આવ્યું છે.

અમેરીકાના શિકાગોમાંથી વિશ્વ હિંદુ કાઉન્સિલ દ્વારા મેડિકલ ઉપકરણોનો જથ્થો પણ આજે અમદાવાદ એરપોર્ટ પાર આવી પહોંચ્યો છે. જેમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા આધુનિક ઉપકરણો મોકલવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટના સ્ટાફે પણ આ જથ્થો સરળતાથી સલામત સ્થળે પહોંચે તે માટે આધુનિક ક્રેન અને ઉપકરણોની મદદથી આ સામગ્રી પ્લેનમાંથી ટ્રાન્સપોર્ટ વ્હિકલમાં શિફ્ટ કરી હતી.

વેક્સિનનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો

લોકોની ફરિયાદો વચ્ચે આખરે અમદાવાદ સહિત રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણનું કામ શરુ કરી દેવામાં આવી છે. રાજયમાં કોરોના વેક્સિન વધુ ઝડપી રીતે થાય તે માટે રાજય સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને વેક્સિન માટે મોટો ઓર્ડર આપ્યો છે. જો કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ સ્થળો પર ફ્રીમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ આવી પહોંચ્યો છે. જો કે, હાલ આ તમામ જથ્થો ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યાથી અલગ અલગ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat