Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન

કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન

0
41

શહેર ભગવાન ભરોસે, સિવિલ કોવિડ હોસ્પિટલની બહાર વાહનોની લાગી દોઢ કિમી લાંબી લાઇન

અમદાવાદઃ કોરોનાએ કેર વર્તાવતા અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ ઓક્સિજનની અછત (Oxygen shortage in Ahmedabad)વર્તાઇ રહી છે. શહેરની કુલ 384 સરકારી-ખાનગી હોસ્પિટલોમાં રોજ 275 ટન ઓક્સિજનની જરુરિયાત સામે 225 ટન ઓક્સિજન મળતા 50 ટનની ઘટ પડી રહી છે. ત્યાં દરરોજ દર્દીઓની સંખ્યા વધતા પરિસ્થિતિ વિકટ બની રહી છે.

અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત એસવીપી, એલ.જી., શારદાબેન સહિતની 12 મોટી હોસ્પિટલો, 172 ખાનગી હોસ્પિટલ અને 200 નર્સિંગ હોમને રોજ 275 ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે હાલ ઉત્પાદકો પાસેથી 225 ટન જેટલો જ ઓક્સિજન મળી રહ્યોં છે.

આ પણ વાંચોઃ ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

ઓક્સિજનની અછત દૂર કરવાનો હાલ કોઇ વિકલ્પ નથી

ઉત્પાદકો પાસેથી મર્યાદિત માત્રામાં ઓક્સિજન આવતો હોવાથી હાલ આ ઘટ (Oxygen shortage in Ahmedabad)ને પૂરી કરવા બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ ઓક્સિજન બચાવવા AMC સાથે સંકળાયેલી 12 હોસ્પિટમલાં હાલ ઓક્સિજન ઓડિટ કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ હોસ્પિટલમાં બિનજરૂરી ઓક્સિજનનો વપરાશ થતો હોય તેને અટકાવશે.

સોલા સિવિલમાં 15 ટન ઓક્સિજનનો રોજ વપરાશ

દરમિયાન સોલા સિવિલમાં ગુરુવારથી ઓક્સિજનના વપરાશ પર નિયંત્રણ મુકાયા છે. હાલ અહીં 6 ટનની એક ટેન્ક અને એક એક ટનની 5 ટેન્ક છે. પરંતુ રોજનો વપરાશ 15 ટન છે. આને કારણે હોસ્પિટલે જેટલા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવે તેટલી સંખ્યામાં નવા દર્દીને દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ખાલી બેડ પર આગોતરી જાણ વગર એકપણ દર્દી દાખલ થશે નહીં. હાલ સોલા સિવિલમાં વેન્ટિલેટર, ઓક્સિજન અને બાયપેપ પર 400 દર્દી છે.

ઓક્સિજન બેડવાળા વોર્ડમાં સિલિન્ડરમાંથી અથવા ઓક્સિજનની મેઈન લાઈનમાંથી ક્યાંકથી ઓક્સિજન (Oxygen shortage in Ahmedabad)લિકેજ થતો હોય તેની તપાસ કરવા માટે પણ હોસ્પિટલે ટીમ તૈયાર કરી છે. આ ટીમ નિયમિત સિલિન્ડરના વાલ્વ તપાસ કરી ઓક્સિજન લિકેજ થતો અટકાવવાનું કામ કરી રહી છે. હાલ શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે.

આ પણ વાંચોઃ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા કામદારો માટે ખાસ કોવિડ સેન્ટર શરૂ કરાશે

BAPSએ અબુધાબીથી ઓક્સિજન મંગાવ્યો

અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરે ઓક્સિજન તેમજ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનો પહેલો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર મોકલ્યો છે જેમાં 44 ટન લિક્વિડ ઓક્સિજન, 30 હજાર લિટર મેડિકલ ઓક્સિજન 600 ઓક્સિજન સિલિન્ડર, 130 કોન્સન્ટ્રેટર્સનો સમાવેશ થાય છે. બીએપીએસ શાહીબાગ મંદિર આ જથ્થો સરકારને સુપરત કરશે. જ્યાંથી હોસ્પિટલોને મોકલાશે.

અમદાવાદ જિલ્લામાં 5439 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં 2011, વડોદરામાં 921, જામનગર જિલ્લામાં 748, રાજકોટડ જિલ્લામાં 663 કેસ નોંધાયા. રાજ્યમાં શુક્રવારે જે મરણ નોંધાયા છે, તેમાં સૌથી વધુ 23 અમદાવાદ શહેરના જ છે. આ સિવાય સુરત જિલ્લામાં પણ 23 અને વડોદરા જિલ્લામાં 17 લોકો મોતને ભેટ્યા છે. 

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો civil (Ambulence line)પણ લાંબી થતી જઈ રહી છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલની 1200 બેડ કોવિડ હોસ્પિટલ બહાર 100થી દોઢસો એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ વાહનોની એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી હતી.

civil Ambulence line

civil Ambulence line

સિવિલમાં 1150 ભરતી સામે 240 જેટલા ડિસ્ચાર્જ

કોરોનાના દર્દીઓના સતત ધસારાને કારણે મંડપ પણ બાંધવામાં આવ્યો છે. શુક્રવારે 1200 બેડ હોસ્પિટલમાં 1150થી વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, તેની સામે 240 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જ્યારેસિવિલ મેડિસિટીની તમામ હોસ્પિટલોમાં 2300થી વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ AMCનો દાવો: સરકારી કરતાં ખાનગી હોસ્પિટલોમાં વધારે લોકો થઈ રહ્યા છે દાખલ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat