Gujarat Exclusive > દેશ-વિદેશ > શું ગુજરાતના પીડિતોને દીદીએ મંત્રી પદ માટે વેચી દીધા હતા?, ઓવૈસીએ આપ્યો મમતાને જવાબ

શું ગુજરાતના પીડિતોને દીદીએ મંત્રી પદ માટે વેચી દીધા હતા?, ઓવૈસીએ આપ્યો મમતાને જવાબ

0
123

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ટીએમસીનો આરોપ છે કે ભાજપ ધ્રુવીકરણ દ્વારા તમામ હિન્દૂ મત પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ પાર્ટીએ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી પર પણ મુસ્લિમ મતોને વહેચવાનો આરોપ લગાવતા નિશાન સાધ્યુ છે. ખુદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેની પર નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યુ કે ભાજપ હૈદરાબાદથી એક ગાય (ઓવૈસી)ને લઇને આવી છે, તેણે ભાજપના પૈસા લીધા છે. આપણે તેમને અહી ટકવા નથી દેવા.

મમતાના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. ઓવૈસીએ ટ્વીટ કરતા કહ્યુ કે, 30 એપ્રિલ 2002માં જેવુ કે ગુજરાત સળગી રહ્યુ હતું અને પીડિત શિબિરોમાં હતા. લોકસભા ગુજરાત હિંસાની નિંદા કરવા માટે પ્રસ્તાવ પર ચર્ચા કરી રહી હતી. મમતા બેનરજીએ તેની વિરૂદ્ધ અને ભાજપના પક્ષમાં મતદાન કર્યુ. શું દીદીએ ગુજરાતના પીડિતોને મફતમાં અથવા એક મંત્રી પદ માટે વેચી દીધા?

ઓવૈસી અહી રોકાયા નહતા, તેમણે કહ્યુ કે આ માત્ર ગુનાહિત ગેન્ગના જ ક્ષેત્રોને પોતાની વચ્ચે વહેચે છે અને જ્યારે કોઇ ઘુસે છે તો એક બીજા પર હુમલો કરે છે. હું આ ગુનાહિત સિન્ડિકેટનો ભાગ નથી, માટે મમતા બેનરજીનું પરેશાન થવુ બને છે. ભાજપ આવશે એવુ કહેવા સિવાય તમે બંગાળના મુસ્લિમો માટે શું કર્યુ છે? બંગાળના 15 ટકા મુસ્લિમ શિક્ષણથી બહાર છે. 80 ટકા પાંચ હજાર રૂપિયાથી ઓછામાં ગુજારો કરવા મજબૂર છે. ગ્રામીણ બંગાળમાં તો 38.3% અઢી હજારથી ઓછુ કમાય છે. ત્રણ-ચતૃર્થાતથી વધુ મુસ્લિમો પાસે કોઇ જમીન નથી.

AIMIMના પ્રમુખે કહ્યુ, “અમે માણસ છીએ અને અમે અહી માત્ર મમતા બેનરજીને જીતાડવા માટે જન્મ્યા નથી. અમને સમ્માન, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા અને રાજકીય સશક્તિકરણ જોઇએ. જ્યારે તે (મમતા બેનરજી) 2003માં ભાજપ-આરએસએસ સાથે નજીક આવી રહ્યા હતા ત્યારે પણ અમે તેમનો વિરોધ કરી રહ્યા હતા. તે મંત્રી બન્યા, મુખ્યમંત્રી બન્યા, પણ અમને શું મળ્યુ?”

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર બનશે નહીં તો દેશની સુરક્ષાને ખતરો: શાહ

ઓવૈસીએ કહ્યુ કે, મુસ્લિમોને સરકારી નોકરીમાં વસ્તીના હિસાબથી ભાગ મળવામાં 60 વર્ષ લાગશે. મમતા બેનરજી આરએસએસની પસંદથી સ્વઘોષિત ધર્મનિરપેક્ષ બની ગઇ. બંગાળમાં મુસ્લિમોની એક પુરી પેઢી જમીન વગર અને ગરીબ-અશિક્ષિત રહી. કોઇ પણ હૈદરાબાદી મુસ્લિમ તેની માટે જવાબદાર નથી. શું અમે આ બેઇજ્જતી માટે ભાજપના જૂના સાથીઓને મત આપીશું, જો આ હૈદરાબાદી મુસ્લિમ પાસે કહેવા માટે કઇ છે તો બિલકુલ ના. માટે અમે મુસ્લિમોમાં ડર ફેલાવવા સિવાય અને કઇ કામ ના કરવા માટે મમતા બેનરજીને સવાલ પૂછવાનું ચાલુ રાખીશું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat