Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > તેલ રિફાઈનરીઓમાં વિદેશી રોકાણ અંગેના નિયમોમાં સરકારે આપી છૂટછાટ

તેલ રિફાઈનરીઓમાં વિદેશી રોકાણ અંગેના નિયમોમાં સરકારે આપી છૂટછાટ

0
127

કેન્દ્રીય કેબિનેટે જાહેર ક્ષેત્રની તેલ રિફાઈનરીઓમાં વિદેશી સીધા રોકાણ (Foreign direct investment) (FDI) મર્યાદાને 100 ટકા કરવાની દરખાસ્તને મંજુરી આપી દીધી છે. આ સાથે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)ના ખાનગીકરણમાં વિદેશી રોકાણોનો રસ્તો સાફ થઇ ગયો છે.

એફડીઆઈ મર્યાદા વધારવા અંગે કેબિનેટની મંજૂરી પછી સરકાર બીપીસીએલમાં તેનો 52.98 ટકા હિસ્સો વિદેશી ખરીદદારને વેચી શકશે. આ સાથે જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓમાં પણ વિદેશી રોકાણોના દરવાજા ખોલવામાં આવશે.

સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, ”રાજ્યની માલિકીની તેલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની સૈદ્ધાંતિક મંજૂરીને આપમેળે રૂટ હેઠળ 100 ટકા એફડીઆઈની મંજૂરી આપવામાં આવશે.”

વર્તમાન એફડીઆઈ નીતિ હેઠળ, જાહેર ક્ષેત્રની રિફાઇનિંગ કંપનીઓમાં 49 ટકા વિદેશી રોકાણની મંજુરી આપી શકાય છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી છે. વર્તમાન નીતિ મુજબ, ઓટોમેટિક રૂટ દ્વારા જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓમાં ફક્ત 49 ટકા એફડીઆઈની મંજૂરી મળી શકે છે.

આવી સ્થિતિમાં વિદેશી કંપનીઓ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ માટે બોલી લગાવી શકશે નહીં કારણ કે તેમને 49 ટકાથી વધુનું રોકાણ કરવાની મંજૂરી નથી. પરંતુ અએફડીઆઈ મર્યાદામાં વધારા સાથે હવે વિદેશી કંપનીઓ પણ બોલી લગાવી શકશે. એફડીઆઈ મર્યાદામાં ફેરફાર વહીવટી આદેશ દ્વારા કરવામાં આવશે અને આ માટે કાયદામાં સુધારો કરવો પડશે નહીં.

કાયદાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક પ્રમોશન અને આંતરિક વેપાર વિભાગ (ડીપીઆઈઆઈટી) એક પ્રેસ નોટના રૂપમાં આદેશ જારી કરશે. ફોરેન એક્સચેંજ મનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ જાહેરનામું ડીપીઆઈઆઈટીની પ્રેસ નોટ પછી બહાર પાડવામાં આવશે. વિદેશી રોકાણોની મર્યાદા વધારવાના નિર્ણય અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓમાં માલિકીના સ્થાનાંતરણ માટે એફડીઆઈના ધોરણોમાં ફેરફાર કરવો જરૂરી હતો, કારણ કે, મોટાભાગની કંપનીઓ કે જેમણે બીપીસીએલ ખરીદવામાં રસ દાખવ્યો છે, તેમાં વિદેશી રોકાણ છે. આ પગલાથી સરકારને અન્ય જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓના ખાનગીકરણમાં પણ મદદ મળશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat