તમે બધા દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 કલાક WhatsAppનો ઉપયોગ કરો છો. આજકાલ સાયબર ક્રાઈમ ચરમસીમાએ છે અને સાયબર ગુનેગારો પણ વોટ્સએપ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં WhatsApp પર 500 મિલિયનથી વધુ મહિને એક્ટિવ યુઝર્સ છે. આટલી મોટી સંખ્યામાં યુઝરબેઝ રાખવાથી હેકર્સ અથવા સ્કેમર્સને મોટો ફાયદો થાય છે અને તેઓ સરળતાથી લોકોને તેમની જાળમાં ફસાવે છે. આજકાલ લોકોને વોટ્સએપ પર ઘણા ફ્રોડ કોલ અથવા એસએમએસ આવી રહ્યા છે. આ સંદેશાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમની અંગત વિગતો અને પૈસા પડાવવામાં આવી રહ્યા છે.
પરંતુ હવે Truecaller એ WhatsApp પર ફ્રોડ કૉલ્સ અથવા SMSને ઓળખવા માટે Meta સાથે હાથ મિલાવ્યા છે અને ટૂંક સમયમાં જ લોકોને એપ પર એક વિશેષ સુવિધા મળવા જઈ રહી છે, જેની મદદથી તેઓ સ્પામ અથવા ફ્રોડ કૉલને અગાઉથી ઓળખી શકશે. જેમ ટ્રુકોલરમાં સ્પામ કોલ આવે ત્યારે લોકોને લાલ રંગની ચેતવણીઓ મળે છે, તે જ રીતે આવનારા સમયમાં વોટ્સએપ પર પણ થશે અને લોકો પહેલાથી જ છેતરપિંડીના કોલને ઓળખી શકશે.
ક્યારે લોન્ચ થશે
Truecaller તેની કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ સ્પામ કોલ્સ ઓળખી શકશે. આ ફીચર આ મહિનાના અંત સુધીમાં WhatsApp પર આવી શકે છે. Truecallerના સહ-સ્થાપક અને CEO એલન મમેદીએ જણાવ્યું હતું કે 2021ના રિપોર્ટ અનુસાર ભારતમાં સરેરાશ લોકોને દર મહિને 17 સ્પામ અથવા ટેલિમાર્કેટિંગ કોલ આવે છે. સ્પામ કોલ્સ ઓળખવા અને ઓનલાઈન છેતરપિંડી ઘટાડવા માટે ટ્રુકોલરની કોલર ઓળખ સેવા ટૂંક સમયમાં WhatsApp પર ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે કંપની ટ્રાઈના આદેશ મુજબ મોબાઈલ નેટવર્ક્સ પર ટેલિમાર્કેટિંગ કૉલ્સને ફિલ્ટર કરવા માટે AI તકનીકો પર રિલાયન્સ જિયો અને એરટેલ સાથે પણ કામ કરી રહી છે. તેની મદદથી આવા તમામ કોલ બ્લોક કરી શકાય છે જે સ્પામ અથવા માર્કેટિંગ સાથે સંબંધિત હોય.
હાલમાં કોલર આઈડેન્ટિફિકેશન સર્વિસ માત્ર થોડા બીટા ટેસ્ટર્સ માટે જ બહાર પાડવામાં આવી છે. જો તમે પણ તેનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે પ્લેસ્ટોર પર જઈને બીટા પ્રોગ્રામમાં જોડાઈ શકો છો.
Advertisement